ખુબ ઓછા લોકો જાણે છે કે જગદીપ આ મશુર એક્ટરના પિતા છે! આવી રીતે થયું હતું મૃત્યુ

બોલિવૂડની સુપર હિટ ફિલ્મોમાંની એક, શોલેમાં સુરમા ભોપાલીનું પાત્ર ભજવનાર જગદીપની આજે ૮૯મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 29 માર્ચ 1939ના રોજ દતિયામાં થયો હતો. તેણે પોતાની કરિયરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી શરુ કરી હતી. જો કે તેઓ ફિલ્મોમાં જગદીપ તરીકે જ ઓળખાતા હતા, પરંતુ શોલે એ તેમને એક અલગજ ઓળખ આપી. શોલેમાં સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવ્યા બાદ તેઓ આ જ નામથી પ્રખ્યાત થયા હતા. તમને જણાવી દઈએ કે તેમનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતું. જગદીપ હવે આ દુનિયામાં નથી પરંતુ આજે પણ જ્યારે શોલેનો ઉલ્લેખ થાય છે ત્યારે તે ચોક્કસ યાદ આવે છે.

જગદીપે ફિલ્મોમાં ઘણા પ્રકારના પાત્રો ભજવ્યા છે, પરંતુ કોમેડિયનના રોલમાં તેમને હંમેશા ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તેના અભિનય અને અભિવ્યક્તિથી લોકો આજે પણ તેને યાદ કરી રહ્યા છે.જગદીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સલીમ-જાવેદની ફિલ્મમાં કોમેડિયનની ભૂમિકા ભજવી રહ્યો છે. પરંતુ મારા ડાયલોગ્સ ખૂબ મોટા હતા, તેથી મેં તેના વિશે ડિરેક્ટર સાથે વાત કરી. તેણે મને જાવેદ સાહેબ પાસે મોકલ્યો અને તેમની સાથે વાત કરો, તેમ કહ્યું.

“હું જાવેદ સાહેબ પાસે ગયો તો તેમણે મારા સંવાદો ટૂંકાવી દીધા. હું ખૂબ જ ખુશ થઈ ગયો અને અમારી વચ્ચે સારી વાતચીત થવા લાગી. પછી અમે દરરોજ સાંજે બેસીને એકબીજાને વાર્તાઓ કહેવા લાગ્યા.હું જાવેદ સાહેબ પાસે ગયો તો તેમણે મારા સંવાદો ટૂંકાવી દીધા. હું ખૂબ જ ખુશ થઈ ગયો અને અમારી વચ્ચે સારી વાતચીત થવા લાગી. પછી અમે દરરોજ સાંજે બેસીને એકબીજા સાથે વાતો કરતા હતા”. એ દરમિયાન એકવાર જાવેદ સાહેબે મને શોલે વિષે વાત કરી ત્યારે મને એવું લાગ્યું હતું કે શોલેમાં મને કામ મળશે કારણકે મારે જાવેદ સાહેબ સાથે સારી મિત્રતા છે. પણ અફસોસ, મને ફોન ન આવ્યો.

પછી એક દિવસ અચાનક ડિરેક્ટર રમેશ સિપ્પીનો ફોન આવ્યો અને તેણે શોલે ફિલ્મમાં કામ કરવા માટે બોલાવ્યો. પણ મેં તેને કહ્યું કે ફિલ્મ થઈ ગઈ છે અને શૂટિંગ પૂરું થઈ ગયું છે. પછી તેણે કહ્યું- ના, હજુ કેટલાક સીન બાકી છે અને આ રીતે હું સૂરમા ભોપાલી બની ગયો.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના દતિયામાં જન્મેલા જગદીપે લગભગ ૪૦૦ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. સ્ક્રીન પર તેની કોમેડી જોઈને દર્શકો હસ્યા વગર રહી શકતા નથી. તેણે બાળ કલાકાર તરીકે પણ ઘણી  ફિલ્મોમાં કામ કર્યું હતું.જગદીપ ને સાસ ભી કભી બહુ થી, ગોરા ઓર કાલા, વિદાય, ખિલૌના, એજન્ટ વિનોદ, યુવરાજ, એક બાર કહો  કુરબાની, ફૂલ ઓર કાંટે, અંદાઝ અપના અપના, ચાઇના ગેટ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેની છેલ્લી ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.