આખરે તારક મહેતા મા નવા નટુકાકા ની એન્ટ્રી થઈ ગઈ.?? જુવો કેવા લાગે છે નવા નટુકાકા….
આજના સમયમાં તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલ ને કોણ નથી જાણતું આ સીરિયલે સમગ્ર ભારતમાં તેની એક અલગજ ઓળખાણ પ્રાપ્ત કરી છે. તેમજ સીરીયલનાં કલાકારો અને અભિનેત્રીઓ પણ ખુબજ સારી એક્ટિંગ અને કોમીડી કરી લોકને પેટ પકડી હસવા પર મજબુર કરી દેતા હોઈ છે. તેમજ આ સિરિયલનું એક કિરદાર એવું છે જેને લોકો આજસુધી ભૂલ્યા નથી અને હજી પણ યાદ કરે છે. એ પાત્ર નટુકાકા નું છે. આ પાત્ર ભજવીને લોકોમાં અપાર ચાહના મેળવનાર ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક આજે આપણી વચ્ચે નથી.
અને હાલ એક એવી વાત સામી આવી રહી છે કે નવા નટુકાકા ની એન્ટ્રી થશે. જે વાત ખુદ આસિત મોદીએ કહી છે. અસિત મોદીએ જણાવ્યું હતું કે કે ”જ્યારે આપણે ગડા ઈલેક્ટ્રોનિક્સની વાત કરીએ ત્યારે નટુકાકાની યાદ આવી જાય છે. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાટક આજે આપણી વચ્ચે નથી. પણ તેમણે આપણને ભરપૂર મનોરંજન આપ્યું છે. આજ ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકા, બાઘા, બાવરી અને આપણા જેઠાલાલે બધાને ખુશખુશાલ રાખ્યા છે. બહુ હસાવ્યા છે. આ નટુકાક આજે આપણી વચ્ચે નથી રહ્યા. તે આપણને છોડીને ચાલ્યા ગયા છે. પણ એક વાત નક્કી છે. નટુકાકા જ્યાં પણ હશે ગડા ઈલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને તે પણ હસતા હશે. અને અમને મિસ પણ કરતા હશે. એ નટુકાકાએ નવા નટુકાકને મોકલ્યા છે. તો આવો હું તમારી મુલાકાત કરાવું છું નટુકાકા સાથે.”
તેમણે વધુમાં કહ્યું કે, ”દર્શકો તમને બધાને ખબર છે કે એક કલાકારને શું જોઈએ છે. બસ પ્રેમ જોઈએ છે. અને તમે દર્શકોએ અમને સમુદ્રભરીને પ્રેમ આપ્યો છે. આ નટુકાકને પર પણ તમે પ્રેમ વરસાવજો અને નાનીમોટી ભૂલ થઈ જાય તો પણ માફ કરી દેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ નટુકાક પણ તમારા વિશ્વાસ પર ખરા ઉતરશે. તમારા પ્રેમનું ટોનિક જોઈએ છે. કલાકાર બદલતા રહેશે, કોઈ આપણ વચ્ચે નહીં રહે, કોઈ આ સફરમાં ચાલ્યા જશે, પણ કિરદાર ક્યારેય નથી બદલાતા. શો મસ્ટ ગો ઓન.”
આટલું કહીને અસિત મોદી ગડા ઈલેક્ટ્રોનિક્સમાંથી બહાર નીકળે છે. બરોબર આ જ સમયે નવા નટુકાકા આસિત મોદીને રોકીને પૂછે કે ”આસિતભાઈ મારો પગાર ક્યારે વધશે?”. તો આસિત મોદી જવાબ આપે છે, ”એ તમે જેઠાલાલને પૂછજો, હું જાવ છું.”