ફાઈનલી હવે ‘તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં શો’ માં જોવા મળશે આ ખાસ કિરદાર! પોપટલાલે કહ્યું કે….જુઓ વિડિઓ
જેમ તમે જાણોજ છો કે હાલ તારખ મહેતા કા ઉલ્ટા ચશ્માં શો માં મોટા મોટા કલાકારો એ આ શો ને અલવિદા કહી દીધું છે. જે બાદ નવા અને યંગ કલાકારોની એન્ટ્રિ જોવા મળી છે જેમ કે હાલમાંજ સચિન શ્રોફએ શૈલેષ લોઢા ની જગ્યાએ તારખ મહેતાની કિરદાર અપનાવ્યું છે. જે ચાહકોને પણ ખુબજ ગમી રહ્યુ છે. વાત કરીએ તો હાલમાંજ એક વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં ભીડે, પોપટલાલ, નવા તારખ મહેતા, બાપુજી, જોવા મળ્યા જેમાં શ્યામ પાઠક બોલ્યા કે સિરિયલમાં હવે મિસિસ પોપટલાલની ધમાકેદાર એન્ટ્રી થશે.
આ સિરિયલે જુલાઈમાં 14 વર્ષ પૂરા કર્યા હતા. 14 વર્ષ દરમિયાન ઘણાં કલાકારોએ સિરિયલ છોડી તો ઘણાં કલાકારો નવા આવ્યા છે. હાલમાં જ તારક મહેતાના પાત્રમાં સચિન શ્રોફ જોવા મળ્યો છે. આ દરમિયાન શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલે પોતાના લગ્ન અંગે વાત કરી હતી. રાજ અનડકટ તથા શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’ સિરિયલ છોડી દીધી છે. બંને અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરવા ઉત્સુક છે. ઘણાં અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે તેમને પ્રોડ્યૂસર અસિત મોદી સામે વાંધો હતો.
જોકે, શૈલેષની જગ્યાએ સચિન શ્રોફને લઈ લેવામાં આવ્યો છે. હજી ચાહકોને મહેતા સાહેબ તરીકે સચિન શ્રોફને સ્વીકારવામાં સમય લાગશે. અસિત મોદીએ સિરિયલમાં નવા પાત્રો ઉમેરાશે તેમ કહ્યું હતું. આમ સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ (ચંપકચાચા) એક્ટર સચિન શ્રોફના વખાણ કરે છે. મંદાર ચાંદવડકર (મિસ્ટર ભીડે) ચતથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ) બાજુમાં ઊભા છે.
શ્યામ પાઠક એમ કહે છે કે અસિત કુમાર મોદીએ શોમાં નવા પાત્રો લાવવાની વાત કરી હતી અને તેમાંથી એક પાત્ર મિસિસ પોપટલાલ એટલે કે તેની પત્ની પણ જોવા મળશે. આ સાથે નોંધનીય છે કે સિરિયલના ઘણાં જૂના કલાકારો જોવા મળતા નથી. ચાહકો આ જૂના કલાકારોને પાછા લાવવાની માગણી કરી છે, પરંતુ હવે તે શક્ય નથી. આથી જ મેકર્સ સિરિયલમાં પોપટલાલના લગ્ન કરાવે તેવી શક્યતા વધારે છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.