હવામાન વિભાગે કરી મોટી આગાહી જાણો આગામી ૫ જુલાઈ સુધીમાં ક્યાં ક્ય રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ…

છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં  હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે તારીખ પહેલી જુલાઇ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૫ મી જુલાઈ સુધી અમદાવાદ સહિતનાં રાજ્યોમાં ઝાપટાથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ સહીત રાજ્યના અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અને તેની સાથે દમણ, જાફરાબાદ, અને પોરબંદર નાં દરીયાકીનારે ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

તેમજ હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે આગામી બે દિવસ એટલે કે, 29 અને 30મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.

તેમજ આ સાથે રાજ્યના કેટલાક દરિયાઈ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પવનની ઝડપ વધવાની શક્યતાને પગલે માછીમારોને સૂચના અપાઈ છે. હવામાન વિભાગની સૂચના પ્રમાણે તારીખ 27/6/22 થી તારીખ 1/7/22 પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ ઉકળાટ-ગરમી રહેશે અને વરસાદની સંભાવના નહિવત્ છે. જ્યારે ગુરુવારથી શનિવાર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *