જાણો એવો કયો દેશ છે જયાના લોકો ભાગ્યશાળી બનવા માટે હથેળીની સર્જરી કરાવી પોતાનું ભાગ્ય બદલે છે

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જન્મતા જ હાથની રેખામાં લખાયેલું હોય છે આપણું ભાગ્ય. જેને કોઈ બદલી શકતું નથી આપડે ત્યાં વડીલોને કહેતા સાંભળીયા  હશે કે જો ભાગ્ય માં હશે તો કોઈ લઇ નહિ જાય અને જો ભાગ્યમાં હશે જ નહિ તો તમે શક્ય પ્રયત્ન કરી લો તો પણ તે મળતું નથી . નસીબથી વધારે આ દુનિયામાં કોઈ ને કશું મળતું નથી જે ભાગ્યમાં ઉપરથી લખીને આવ્યું છે તે થવાનું જ છે તેને  કોઈ બદલી શક્યું નથી.

પરંતુ જાપાનમાં હાથની રેખાને બદલી ને ભાગ્યશાળી બનવાની ફેશન ચાલે છે .તેના માટે સર્જરી દ્વારા નવી રેખાઓ દોરવાનો ખર્ચ ૧ હજાર  ડોલર કરતા પણ વધારે છે . હસ્તરેખામાં લગ્ન , આર્થિક સ્થિતિ  અને આવનાર ભવિષ્ય  અંગે થોડા સૂચનો કરવામાં આવતા હોય છે . ખાસ કરીને લગ્ન કરવા માંગતા લોકો પોતાની લગ્ન રેખા ને સારું પરિણામ મળે તે રીતે ઉપાય કરતા જોવા મળે છે .

જો કોઈ ખુબ બીમાર પડે કે જીવનમાં સારું થતું ના હોય તો પણ સર્જરી નો સહારો લે છે .યુવતીઓ પોતાના સારા જીવન માટે અને યુવાનો પોતાની ધનપ્રાપ્તિ ની રેખાઓ બદલાવવામાં વધારે રસ ધરાવે છે .જાપાન ઉપરાંત દક્ષીણ કોરિયામાં પણ આ ફેશન જોવા મળે છે . જયારે હથેળી બતાવવામાં આવે અને તેમાં કોઈ શુભ સંકેત ના જણાય ત્યારે યુવક  યુવતીઓ રેખાઓ બદલવા તૈયાર થઇ જાય છે .

ઘણા લોકો તો પોતાને અનુકુળ થાય એમ હથેળી પર માર્કર પેનથી રેખા દોરીને આવે છે . નવાઈની વાત તો એ છે કે ઘણા લોકો ને હથેળીની સર્જરી પછી પોતાની મનોકામના પૂર્ણ થયેલી પણ જોવા મળે છે .જોકે હસ્તરેખામાં વિશ્વાસ નહિ ધરાવતા લોકો કુદરતી રેખાઓને બદલવાથી ફાયદો થાય એ વાત ને હજુ સ્વીકારતા નથી .હથેળીની રેખાઓ બદલવા સર્જરી માટે ઇલેક્ટ્રોનિક સ્કેલપેન ની મદદ લેવામાં આવે છે .

જેમાં ભાગ્યરેખાઓ બદલાવ્યા પછી પણ કુદરતી લાગે તે માટે ચામડીને કાપીને થોડીક બાળવામાં આવે છે . આ આખી પ્રકિયામાં અડધો કલાકનો સમય લાગે છે . બ્યુટી પાર્લર માં હથેળી ની રેખાઓની સર્જરી કરવા માટે લેઝર નો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે લેઝરથી દોરેલી રેખાઓ લાંબા સમયે હથેળી પર ચોખ્ખી દેખાતી નથી .જયારે પરંપરાગત રીતે હથેળીમાં સર્જરી કરવાથી પરિણામ સારું મળે છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.