રોડના કિનારે અલગ અલગ રંગના માઈલસ્ટોન કેમ લગાડવામાં આવે છે જાણો તેના પાછળનું કારણ ..

રોડ પર મુસાફરી તો દરેક લોકો કરતા હોય છે . કોઈ કામ માટે કરતા હોય છે તો કોઈ ફરવા માટે કરતા હોય છે. કોઈ બસમાં  કરે તો કોઈ રીક્ષા  , સ્કુટર કે બાઈક માં કરતા જોવા મળે છે. આજ રસ્તાઓ પર આપણે રોડના કિનારે અલગ અલગ રંગના પથ્થરો મુકેલા જોયા હશે જેને માઈલસ્ટોન  કહે છે . અને તે જુદી જુદી જગ્યાઓ પર જુદા જુદા રંગના જોવા મળે છે સામાન્ય રીતે હાઇવે પર મુસાફરી કરતા સમયે આ માઈલસ્ટોન પોતાના કલર બદલતા જોવ મળે  છે. પરંતુ આપડે એ જાણતા નથી કે રોડની સાઈડ  પર કેમ આ પથ્થરો મુકવામાં આવે છે. તો ચાલો આજે આપડે એ નું કારણ જાણ્યે .

માઈલ નો પથ્થર એક જાતનો પથ્થર જ  હોય છે જે આપણને જણાવે છે કે તે સ્થળ થી આપણને જ્યાં જવું છે તે સ્થળનું અંતર કેટલું છે કે તે સ્થળ કેટલું દુર છે . ભારતમાં દરેક રોડ ઉપર એક જેવા માઈલના પથ્થરો હોતા નથી તે નિર્ભર કરે છે કે હાઇવે ઉપર . જેમ કે રાષ્ટ્રીય ધોરી માર્ગ , રાજ્ય ધોરી માર્ગ , જિલ્લા અને ગામમાં રોડ  માટે પણ અલગ અલગ રંગની પટ્ટીઓ વાળા પથ્થર  ના હોય છે  તો ચાલો જાણ્યે આ  પથ્થરના અલગ અલગ હોવાનું કારણ .

  • માઈલસ્ટોન પર પીળા કલર ની પટ્ટી

જયારે પણ તમે મુસાફરી કરી રહ્યા હોય અને તમને મુસાફરી કરતા સમયે  તમને રોડની સાઈડ માં એક એવો પથ્થર જોવા મળે જેનો ઉપરનો ભાગ પીળા કલરનો હોય . તો સમજવું કે તમે નેશનલ હાઇવે કે રાષ્ટ્રીય હાઇવે ઉપર મુસાફરી કરી રહ્યા છો .તેનાથી  એ બાબતનો ખયાલ આવે છે કે પીળા રંગના પેટન્ટ  માઈલસ્ટોન કે માઇલના પથ્થરો ભારતમાં ફક્ત રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જ લગાવવામાં આવે છે.

  • માઈલ પર લીલા રંગની પટ્ટી

મુસાફરી દરમ્યાન જયારે  તમને લીલા રંગનો પથ્થર જોવા મળે તો સમજવું કે તમે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નહિ પણ રાજ્ય ધોરી માર્ગ પર કે સ્ટેટ હાઇવે ઉપર જઈ રહ્યા છો  . ભારતમાં  જયારે રોડનું નિર્માણ હોય તે  રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હોય તો આ રંગના પથ્થર લગાડવામાં આવે છે લીલા રંગના પથ્થર રાજ્ય દવારા નિર્માણની નિશાની ગણાય જેથી તે રોડની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની ગણાય છે.

  • માઈલસ્ટોન પર કળા ,લીલા કે સફેદ રંગ ની પટ્ટી હોય

હવે જયારે રોડના કિનારે કાળા , લીલા કે સફેદ રંગની પટ્ટી વાળા  માઈલસ્ટોન જોવા મળે તો તમારે  સમજવાનું કે તમે કોઈ મોટા સહેર કે જીલ્લામાં આવી ગયા છો . સાથે જ તે રોડ આવનારા જીલ્લાના નિયંત્રણ માં છે. તે રોડની જાણવણી નું કાર્ય તે સહેરના પ્રશાશન દ્વારા  જ કરવામાં આવે છે.

  • માઈલસ્ટોન પર નારંગી રંગની પટ્ટી

મુસાફરી દરમ્યાન જયારે તમને રોડની સાઈડમાં નારંગી રંગની પટ્ટી વાળા માઈલ સ્ટોન જોવા મળે તો તમારે સમજવાનું કે તમે કોઈ ગામ કે ગામના રોડ પર છો . આ પટ્ટી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આવે છે.

રાજ્ય ધોરી માર્ગ ( SH ) :  રાજ્ય ધોરી માર્ગ એટલે કે સ્ટેટ હાઇવે ની લંબાઈ લગભગ ૧૫૦૦૦ KM હોય છે . દરેક રાજ્યો દ્વારા રાજ્યમાં  પ્રવેશ અને શહેરના આંતરિક સંપર્ક સ્થાપિત કરવા માટે તે તૈયાર કરવામાં આવે છે .

રાષ્ટ્રીય ધોરી માર્ગ  ( NH ) : રાષ્ટ્રીય ધોરી માર્ગ એટલે કે નેશનલ હાઇવે ભારતના મુખ્ય ધોરીમાર્ગ હોય છે , તે બધા શહેરો અને રાજ્યોને જોડવાનું કામ કરે છે . NH ભારત સરકાર દ્વારા અનુરક્ષણ કરવામાં આવે છે , રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૭૦૦૦૦ KM થી વધુ લાંબા હોય છે અને તે હાઇવે દ્વારા ઉતર દક્ષીણ અને પૂર્વ પચ્ચિમ કોરીડોર અને GOLDEN QUADRILATERAL પણ બનાવે છે .

ઉતર – દક્ષીણ કોરીડોર :  આ કોરીડોર જમ્મુ કાશ્મીર માં શ્રીનગરથી ભારતના દક્ષિણી વિસ્તાર એટલે કે કન્યા કુમારી સુધી ફેલાયેલો છે , તેના મુખ્ય રોડની લંબાઈ ૪૦૦૦ KM છે.

પૂર્વ – પચ્ચીમ કોરીડોર : આ  કોરીડોર ગુજરાતના પોરબંદરને અસમમાં સિલચર સાથે જોડે છે . અને આ રોડની કુલ લંબાઈ ૩૩૦૦ KM છે . સાથે જ એ પણ યાદ રાખવું કે ઉતર – દક્ષીણ અને પૂર્વ – પચ્ચીમ કોરીડોર એક જ કોરીડોર છે .

GOLDEN QUADRILATERAL : તે ભારતના ચાર મહાનગરોને જોડવાવાળું ધોરીમાર્ગ નેટવર્ક છે . દિલ્લી , મુંબઈ ,ચેન્નાઈ , કલકતા . GO ની કુલ લંબાઈ ૫૮૪૬ છે.ઉપરની માહિતી પરથી આપણને જુદા જુદા રંગના માઈલ  વિષે અને જુદા  જુદા પ્રકારના હાયવે વિષે જાણકારી મળી અને સાથે સાચી દિશા નું પણ જ્ઞાન મળ્યું .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *