ગોંડલ ના 20 વર્ષ ના યુવાન ને લીધે પાંચ લોકો ને નવુ જીવન મળશે ! અંગદાન કરાતા પરિવાર…
દેશમાં અને રાજ્યમાં અવાર નવાર ઘણા અકસ્માતો થતાજ હોઈ છે અને જેમાં લોકોનું મૃત્યુ પણ થતું ઓવા મળે છે ભયંકર અકસ્માતને લીધે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થતો હોઈ છે અને ક્યારેક વળી તેની સારવાર દરમિયાનજ તેનું મૃત્યુ થતું હોઈ છે જેના થી તેમના પરિવારને ખુબજ આઘાત લાગતો હોઈ અને સમગ્ર પરિવારમાં ગમનો માહોલ છવાઈ જતો હોઈ છે.
એક તેવાજ અકસ્માતમાં એક યુવાનની મૃત્યુ થઇ છે આ ઘટનમાં રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતો મૂળ ગોંડલના મોવૈયાનો ૨૦ વર્ષીય યુવક હીટ શૈલેશભાઈ દુધાતનો અકસ્માત થતા બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. ઘટનાને પગલે પરિવાર ઉપર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. એટલી વિપરીત સ્થતિ હોવા છતાં પણ પરિવારના લોકો એ તેન અંગ દાન કરી પાંચ લોકોને નવજીવન આપવાનો નિર્ણય લીધો હતો.
આ અંગે સાર્થક હોસ્પિટલનાં ડો.અમિત પટેલ કહ્યું હતું.કે ૨૦ વર્ષીય હીત દુધાત જે ગોંડલ ખાતે રહે છે. જે ગઈ ૨૮ તારીખ ની રાત્રે ઉપલેટા ખાતે હાજરી આપવા માટે ગયો હતો દરમિયાન ઉપલેટા જામકંડોરણા હાઈ-વે પર બાઈક પર થી કાબુ ગુમાવતા તેમનું બાઈક ઝાડ સાથે અથડાઈ ગયું અને તેને ખુબજ ઇઝા પહોચી હતી જે અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે તેને માથા માં ગંભીર ઇઝા થઇ હોવાથી ૪૮ કલાકની સારવાર બાદ તેને બ્રેઈન ડેડ જાહેર કરવો પડ્યો હતો.
આ દુખદ સમાચાર તેમના પરિવારને જાણ કરવામાં આવ્યા પછી તેનો પરિવાર આ વાત સાંભળી ભાંગી પડ્યો હતો. તેમ છતાં તબીબો દ્વારા હિતના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને સમજાવટ કરવામાં આવતા તેમણે આ ઉમદા કાર્ય માટે તુરંત સહમતી આપી હતી. તે પછી અમદાવાદ થી તબીબોની ટીમ આવીને અંગોનું ઓપરેશન કરી ૧ કલાક માં પૂરું કરી ૩ કલાક પછી તેઓ અમદાવાદ પહોચી ગયા હતા. આમ હવે ૫ લોકો ને અંગદાન પછી તેઓને નવજીવન પ્રાપ્ત થયું થશે.