લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં થયો વધારો ! સેશન્સ કોર્ટે જામીન અરજી રદ કરતા હાઇકોર્ટ ગયો, તો ત્યાં…

મિત્રો હાલ તમે બધાજ જાણોજ છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાના પ્રયાસો કરવાના આરોપો લાગ્યા છે. જ્યારે આ વિવાદ સર્જાયો હતો તે બાદ થી 9 દિવસ સુધી દેવાયત ખવડ ફરાર હતો અને ૧૦માં દિવસે તે ક્રાઈમ બ્રાંચની શરણે આવી પહોચ્યો છે. જે બાદ તેના પર હુમલાનો ભોગ બનેલ મયુરસિંહએ કેસ પણ કરી દીધો છે. તેણે લઈનેજ હાલ એક મોટા સમાચાર સમા આવી રહ્યા છે આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.

જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને જે પણ વિવાદો ઉભા થયા હતા અને જે મારપિટની ઘટના બની હતી તે આજે ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. મારપીટના CCTV ને આધારે દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના બિલ્ડર પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. જે બાદ મયુરસિંહ પર જીવલેણ હુમલાના કેસમાં લોક સાહિત્યકાર દેવાયત સહિત ત્રણેય આરોપી જેલ હવાલે છે. જેમાં આરોપી કિશન કુંભારવાડિયાએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ ઘટનામાં કસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આમ જ્યારે 21 દિવસ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જોકે હાઇકોર્ટે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ તેમનો જેલવાસ લાંબો થઇ ગયો છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે દલિલ કરતા જણાવ્યં હતું કે, ‘દેવાયત ખવડ અને અન્ય બે આરોપી સામે ગંભીર પ્રકારની કલમો નોંધાયેલી છે. તો વળી ખુબજ સજ્જડ પૂરાવાઓ હોવાથી તેમને જામીન આપવા ન જોઈએ. તેમજ જો જામીન આપવામાં આવે તો પૂરાવાઓને સાક્ષી સાથે ચેડાં થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા દેવાયત ખવડના વકીલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી.’

તમે નહીં જાણતા હોવ તો જણાવી દઈએ કે દેવાયત ખવડ આ પહેલા પણ અનેક વિવાદોમાં આવી ચુક્યો છે જેમાં એક વખત દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષે એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. ઉપરાંત દેવાયત ખવડે આ અપમાન સ્ટેજ પર બેસીને સરદાર વલ્લ્ભભાઈ પટેલના પિતાનું નામ લઈને કર્યું હતું. તો વળી તેમના વિડિઓ વાયરલ થયા બાદ લોકો પણ આ બાબતને લઈને ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. જેમાં માત્ર પટેલ સમાજજ નહિ બલકે અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પણ ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જંગ જામ્યો હતો. જે બાદ આ વિવાદનો અંત સમાધાનથી કરવામાં આવ્યો હતો.

તો વળી હાજી એક વિવાદની જો વાત કરવામાં આવે તો લોકડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યું હતું કે ‘જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.’ જે અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.’ બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *