એકદમ મસ્ત દહી જમાવવા માટે આ ટ્રીક અને ટીપ્સ અપનાવો અને જુવો પછી ચમત્કાર

જો તમને પણ રોજ ઘરેદહીં જમાવવા માંગતા હોવ અને એ પણ બજારમાં  મળે એવું ઘાટું તો તેમાં આ બે વસ્તુ દૂધમાં ઉમેરશો તો દહી બજાર જેવું ઘાટું બનશે

ગરમીની ઋતુ માં આપડે એવી વસ્તુ ખાવી પસંદ કરતા હોઈએ છીએ કેજે આપડા શરીરને ઠંડક આપે .એમાંથી જ એક છે દહી .જેને ગરમીની ઋતુમાં ખાવું ખુબ લાભકારી ગણી સકાય છે તેમજ એ સ્વાદમાં પણ ખુબ સારું લાગે છે .જેને રાયતા થી લઈને લસ્સી સુધી પસંદ કરાય છે ,પરંતુ દહી બજાર જેવું ઘટ્ટ જામતું નથી ને પાણી રહી જાય છે.એવામાં અમે તમને જણાવ્યે છીએ પરફેક્ટ દહીં  જમાવવાની રીત .કે કેવી રીતે તમે અડધા લીટર દુધમાં ઘટ્ટ આઈસ્ક્રીમ જેવું દહી જમાવી શકો જેના માટે આપણે જોશે

  1. અડધો લીટર ફૂલ ક્રિમવાળું દૂધ
  2. એક ચમચી દુધનો પાવડર
  3. અડધી ચમચી કોર્નફલોર
  4. બે ચમચી જામણ માટે દહ 

રીત : બજાર જેવું ઘટ્ટ દહી બનાવવા માટે સૌથી પહેલા તમારે એક તપેલીમાં અડધો લીટર ફૂલ ક્રિમવાળું દૂધ લો .હવે તેમાં અડઘી ચમચી કોનફ્લોર અને એક ચમચી દુધનો પાવડર ખુબ સારી રીતે મિક્સ કરી લો .

યાદ રહે કે એમાં કોઈ ગઠ્ઠા ન રહીં જાય .હવે આ દુધને ગેસ પર ગરમ કરવા માટે મુકો ,જયારે આમાં સારો એવો એક ઉભરો આવી જાય ત્યારે ગેસ બંધ કરી દો.તમે જોઈ શકશો કે સામાન્ય દૂધ કરતા આ દૂધ વધારે ઘટ્ટ જોવા મળશે .

હવે દુઘને સામાન્ય તાપમાન માં ઠંડુ થવા માટે મૂકી દો .અને જયારે દૂધ થોડું ગરમ હોય ત્યારે એક વાટકીમાં  જામણ માટે કાઢેલા દહીંમાં થોડું પાણી મિક્ષ કરો અને આને  મિશ્રણવાળા  દુધમાં નાખી સારી રીતે મિક્સ કરો  તૈયાર થયેલા આ દહી ના મિશ્રણનેએક વાસણમાં કાઢો અને ગરમ જગ્યા પર ૪ થી  ૫ કલાક માટે મૂકી રાખો .

૪ થી  ૫ કલાક પછી મિશ્રણને ફ્રીજમાં મૂકી દો .અને જયારે તમારે જરૂર હોય ત્યારે આનો ઉપયોગ કરો તમે જોઈ શકશો કે તમારું દહી બજાર જેવું ઘટ્ટ જામશે .અને તેનો સ્વાદ પણ ખુબ સારો આવશે. તો હવે બીજી વાર આવી રીતે દહી જમાવો અને તેને રાયતા થી લઈને લસ્સી અને કઢી નો સ્વાદ માંણો.      

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *