વડોદરામા પહેલીવાર 101 આઈટમ વાળી ગજબ ની વેરાયટી વાળી અનલિમિટેડ થાળી ! જાણી લો રેસ્ટોરન્ટ નુ નામ સરનામું…ફક્ત આટલી કિંમતમાં
વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી! આ શહેરમાં ઘણું બધું પ્રખ્યાત છે, જેને માણવા તમારે વડોદરા શહેર પધારવું જ પડે. જો તમે કોઈપણ ગુજરાતનાં શહેરમાં ફરી લો, ત્યાં ગુજરાતી થાળીનો સ્વાદ અચૂક માણવા મળે છે. ત્યારે આજે અમે આપને વડોદરા શહેરની ફેમસ ગુજરાતી થાળી વિશે જણાવીશું. આ ગુજરાતી થાડી તમે પુરી જ નહીં કરી શકો તેની અમે સો ટકા ગેરેન્ટી આપીએ છીએ.
ખરેખર ગુજરાતીઓ ને ખાવામાં તો ક્યારેય પાછા નાં પડે, એમાં પણ આપણી ગુજરાતી થાળી નો તો સ્વાદ અચૂકપણે માણીએ છે. જો તમે ગુજરાત ના વડોદરા શહેરમાં પધારી રહ્યા છો તો આ સરનામું યાદ રાખજો. ” ઘી ગુડ રેસ્ટોરન્ટ “ગ્રાઉન્ડ ફ્લોર, વૃંદાવન હાઇટ્સ, પરિવાર ક્રોસ રોડ, વાઘોડિયા રોડ વડોદરા. આ સરનામું તમને સ્વાદની સફર કરાવશે અને આ વાનગીઓ એટલી લાજવાબ છે કે, તમે કંઈ ખાશો એ જ વિચારતા રહી જશો.
અત્યાર સુધી તમે ગુજરાતી અનલિમિટેડ થાળી વિશે તો જાણ્યું હશે, આ સિવાય તમે ભીમ કે પછી કુંભકર્ણ થાળી વિશે જાણ્યું અને માણ્યું હશે પરતું આજે અમે આપને 101 અવનવી વેરાયાટીઓની વાનગીઓને નિહાળીને જ તમારું પેટ ભરાઈ જશે. આ વનાગીઓમાં 15 પ્રકારની સબ્જી, 15 પ્રકારના સલાડ અને અથાણું અને 6 પ્રકારના રાયતા તેમજ 6 પ્રકારના શ્રીખંડ તેમજ આ સિવાય ફરસાણ, કાઠિયાવાડી વાનગીઓ, પાણીપુરી તેમજ મીઠાઈઓ અને ભાત તેમજ ખીચડી અને કઢી- દળમાં પણ અવનવી વેરાયટીઓ. હવે વિચાર કરો કે અમે જો આ લખી રહ્યા છે, એમાં પણ દરેક 101 વનગીઓનું વર્ણન શબ્દો દ્વારા ન કરી શકીએ તો વિચાર કરો કે આ વાનગીઓ કેટલી સ્વાદિષ્ટ હશે!
અમે આ બ્લોગની સાથો સાથ આ રેસ્ટોરન્ટનું મેન્યુ આપ્યું છે. હવે સૌથી મહત્વની આ રેસ્ટોરન્ટનું નામ ઘી ગુડ છે. આ રેસ્ટોરન્ટની એક ખાસિયત છે અહીંયાનાં ઘી ગોળ અને સિંગદાણા.જ્યારે કોઈપણ વ્યક્તિ જમવા આવે ત્યારે સૌથી પહેલા ઘી ગોળ અને સીંગદાણા પિરસવામાં આવે છે, ત્યાર પછી જ લોકોને આ વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. આ ઘી પણ અમૂલનું !હવે બહું વિચાર ન કરો, આ રેસ્ટોરન્ટમાં અવશ્ય પધારો પરિવાર સાથે! હા આ રેસ્ટોરન્ટમાં તમે આપના શુભ પ્રસંગોની ઉજવણી કરી શકો તેવી સુવિધાઓ પણ ઉપલબધ્ધ છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.