બહેનની માટે નાનો ભાઈ હડકાયા કુતરા સામે ભાથ ભીડી ગયો અને ભાઈ એ બહાદુરતાથી જે કર્યું તે …

આપણે સૌ જાણ્યે છીએ કે ભાઈ બહેનના પ્રેમમાં તો કઈ કહેવાનું જ ના હોય. ભાઈ બહેન ને હેરાન કરે, અને ખીજાય પણ, પરંતુ  પ્રેમ પણ તે જ વધારે કરતો હોય છે આ દુનિયામાં ભાઈ બહેનના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે. દરેક ભાઈ બહેન માં લડાઈ ઝગડો પણ થતો હોય છે. અને બંને ને એક બીજા પ્રત્યે લાગણી પણ બહુ હોય છે. ભાઈ બહેન ભલે ઘરમાં લડ્યા કરતા  હોય પણ જો કોઈ બહારનું કોઈ ને પણ કઈ બોલી જાય તો બંને માંથી કોઈ સહન કરી શકતા નથી. અરે ભાઈ બહેનનો પ્રેમ જ કઈક અલગ હોય છે ભાઈ જેમ બહેનના ખુશીયો માટે કઈ પણ કરી શકે  છે તેમ બહેન પણ પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને કામમાં હમેશ આગળ વધે એવી જ પ્રાથના કરતી હોય છે.

આ સાથે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવામાં પાછળ નથી રહેતો. આવો જ એક હાલમાં ભાઈ બહેનના પ્રેમ ને રજુ કરતો એક વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં ભાઈ બહાદુરી પૂર્વક બહેનને હડકાયા કુતરા થી બચાવી રહ્યો છે.હાલમાં ઘણા એવા કિસ્સા થતા જોવા મળે છે જે હડકાયા કુતરા એ હુમલો કર્યો હોય. અને પછી એક કહેવત છે ને કે કુતરા માણસોના સારા મિત્રો છે , છતાં ક્યારેક હડકાયા કુતરા નાના બાળકો પર હુમલો કરે છે ત્યારે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વિદીયામાં ભાઈ બહેન રાતના અંધારામાં કઈક જઈ રહ્યા છે ત્યારે શેરી ના રખડતા કેટલાક કુતરાઓ ભાઈ બહેનના ઉપર અચાનક જ હુમલો કરી બેસે છે. અને પછી ભાઈ જે કરે છે તેણે જોઈ તમે પણ ભાવુક બની જશો અને ભાઈ ના હિમત ની દાદ આપશો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા પછી ઈન્ટરનેટ પર એક ચર્ચા નો વિષય બન્યું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે નાના ભાઈ બહેન  રાત્રે એક શેરી માંથી પસાર થઇ રહ્યા છે ત્યારે શેરી ના રખડતા કુતરા આ બંને ભાઈ બહેનને જોઈ ને તેમના પર ભસવા લાગે છે.

આ દરમ્યાન બહેન બીક લાગવાના કારણે ભાગી જાય છે પરંતુ બહેનને બચાવવા માટે ભાઈ જે કામ કરે છે તે બહુ જ પ્રસંસનીય છે. ભાઈ ત્યાં જ ઉભો રહે છે જો ભાઈ પણ  ભાગી જાય તો કદાચ કુતરા ઓ વધુ આક્રમક થઇ જાય અને કરડવા માટે પાછળ દોડવા લાગે . એટલા માટે ભાઈ પોતાની બહાદુરી બતાવી ત્યાં જ ઉભો રઈ જાય છે જો કે કુતરાઓ વચ્ચે તે એકલો ફસાઈ ગયો હોય છે પરંતુ તે હિમત હરતો નથી અને પોતાના જીવની પરવા કર્યા વગર તેની બહેન નો જ વિચાર કરે છે. ત્યાર પછી બહેન વડીલ ને લઇ ને ભાઈ ની મદદે આવતી જણાય છે આથી , આમ ભાઈ ની બહાદુરી થી બંને ભાઈ બહેન નો જીવ બચી જાય છે . આ વિડીયોને ફિગન નામના ઇન્સ્ત્રાગ્રામ એકાઉનટ માંથી શેર કરવામાં આવ્યો છે. ૩૫ સેકંડ ના આ વિડીયો એ ઈન્ટરનેટ પર બહુ જ ધૂમ મચાવી રહ્યો છે અને લોકો ભાઈની  બહાદુરીના વખાણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *