કાળઝાળ ગરમીમાં વરસાદની આગાહી ગરમી થી રાહત મળતા સમાચાર, જાણો ક્યાં દીવસે પડી શકે છે વરસાદ….

ઉનાળા ની ઋતુ માં વરસાદ તો જોવાજ ન મળતો હોઈ અને જો જોવા મળે તો તે એક અનોખી અને રાહત ની વાત છે. આવી ભયંકર ગરમી માં લોકો ખુબજ હેરાન થતા હોઈ છે. ઘરની બાર નીકળી શકવું મુશ્કેલ પડે છે. છતાં જે લોકો કામ ધંધો કરતા અને મજુરી કરતા હોઈ છે તેવા લોકો ને જવુજ પડતું હોઈ છે.

આ આવી ગારમી માં જો વરસાદના સમાચાર મળે તો મન ને એક અલગજ આનંદ માં આવી છે. આજે લોકો ગરમી માં હીટ વેવ નો સામનો કરી રહ્યા છે. તેમજ આવી ગરમી માં હવામાન વિભાગે એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે જેમાં કહે છે કે આ વખતે ચોમાસું તેના સમય પહેલાજ આવી જશે અને ગરમી થી રાહત મળશે સમાન્ય રીતે ચોમાસું ૧ જુન થી શરુ થતું હોઈ છે. આ વખતે કેરળ માં  ૨૦/૨૧ તારીખ થી ચોમાસું બેસવાની અગાહી છે.

હવામાનવિભાગે તાજેતરમાં વિસ્તૃત રેંજ ફોરકાસ્ટ (ERF) સાથે ચોમાસાનો વહેલા આગમનનો સંકેત આપ્યો છે. આમુજબ કેરળ માં ૨૦ મેં થી ચોમાસુ બેઠવાની શક્યતા જોવા મળે છે જે નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે. આ વખતે કેરળમાં સમય પહેલાજ ચોમાસાની ગતિ વિધિ જોવા મળી શકે છે. તેમજ દરિયાકાંઠાનાં બધીજ જગ્યા એ વરસાદ પડવાની આગાહી કરી છે. અને એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. કે બંગાળ ની ખાડી માં ચક્રવાત તુફાન બનવા જય રહ્યું છે.

આ આંદમાન નિકોબાર ના ચોમાસાના પ્રવાહ ને વધુ મજબુત બનાવી શકે છે. છેલ્લા ૨૪ કલાક થી રાજધાની દિલ્હી,પંજાબ,બિહાર, જારખંડ, મણીપુર, માં તીવ્ર ગરમી વચે સારો વરસાદ થયો છે. આમ દેશ માં ૪૦% જેટલા ખેડૂતો એવા છે જે સિંચાઈ માટે ચોમાસા ઉપર નિર્ભર છે. ચોખા, કપાસ, શેરડી,મસુર,ચણા, અને સરસવ જેવાપાક્ક પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો ચોમાસા પર નિર્ભર હોઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *