જાતિવાદ ભૂલીને મુસ્લિમ પરિવારે હિંદુ મિત્રની અંતિમ વિધિ હિંદુ પરંપરા અનુસાર કરીને પરસ્પર ની લાગણી નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું જાણો વધુમાં………..

દેશમાં એક બાજુ જ્યાં કોમવાદ ઉભો કરી એકતાને ખત્મ કરવાની અને વાતાવરણ ને બગાડવાની કોશિશ લગાતાર કરવામાં આવે છે ત્યાં જ બિહાર ની રાજધાની પટના માં હિંદુ મુસ્લિમ એક બીજાની એકતા ની તસ્વીર સામે આવી છે. જે સંભાળી તમે પણ હેરાન થઇ જશો. કોમની એકતા નો પરિચય આપતા રાજા બજાર ના એક મુસ્લિમ પરિવાર એ એક અનોખી મિસાઈ કાયમ કરી છે. આ પરિવારના લોકો અંતિમ સંસ્કારમાં રામ નામ સત્ય હે , જે સમાન્ય રીતે હિંદુઓની  શબ યાત્રામાં બોલતા હોય છે તે બોલતા આ લોકો નજર આવ્યા.પટના ના આ મુસ્લિમ પરિવાર એ માત્ર અંતિમ સંસ્કારમાં જ નહિ પરંતુ હુંદુ ની અર્થી ને કાંધ આપી અને પૂરી વિધિ વિધાન ની સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા.

વાસ્તવમાં જે વ્યક્તિનું અવસાન થયું હતું તે લગભગ ૨૫ વર્ષથી આ મુસ્લિમ પરિવારના એક સદસ્ય ની જેમ રહેતો હતો. અને તેના મૃત્યુ થવાથી હિંદુ રીત મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પટના ના સમનપુરા વિસ્તારમાં રહેનાર એક મુસ્લિમ પરિવારે અર્થી સજાવી અને કાંધ પણ આપી સાથે હિંદુ ધર્મમાં મૃત્યુ વખતે થતી તમામ વિધિ પણ કરી હતી. અને સાથે હિંદુ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં બોલવામાં આવતું રામ નામ સર્ત્ય હે બોલતા પટના ના ગંગા કિનારે સબ ને લઇ ગયા હતા.

રાજા બજારના સમનપુરા ના રહેવાસી મોહમ્મદ અરમાન ના પરીવારે ઘણા વર્ષો પહેલા એક હિંદુ વ્યક્તિ રામદેવ ને પોતાની ત્યાં નોકરી માં રાક્યા પછી ત્યાં જ રોકી લીધો હતો. રામદેવની ઉમર લગભગ ૭૫ વર્ષ હતી અને તેનું મૃત્યુ થઇ ગયું તેનું આ દુનિયામાં કોઈ નહોતું ત્યારે આ મુસ્લિમ પરિવારે તેને રહેવાનો સહારો આપ્યો હતો. આ મુસ્લિમ સમાજના એક પરિવારે જયારે આ વ્યક્તિ રામદેવનું મૃત્યુ થયું ત્યારે હિંદુ રીત અનુસાર તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

મુસ્લિમો એ પોતાની કાંધ આપી હતી અને રામ નામ સત્ય બોલતા અર્થી લઈને પટના ના ગુલબી ઘાટ સુધી લઇ ગયા, અને પછી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના લોકોના માટે બહુ જ ચર્ચાનો વિષય બની છે. પટના ના સમનપુરા વિસ્તારમાં શુક્રવારે હિંદુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા લઇ જતી વખતે રસ્તા પરના તમામ  લોકો કોતુહલ થી જોઈ રહ્યા. અંતિમ સંસ્કાર કરવાવાળા મુસ્લિમ પરિવાર એ જણાવ્યું કે, ૨૫-૩૦ વર્ષ પહેલા આ રામદેવ ભટકતી રીતે અહી રાજા બજાર સુધી આવી પહોંચ્યો હતો.

અને તે બહુ ભૂખ્યો હતો આથી તેને આ  પરિવાર તરફ થી માત્ર ખાવાનું જ નહિ પરંતુ મોહમ્મદ અરમાને તેને પોતાની દુકાનમાં સેલ્સમેન ની નોકરી પણ આપી.  આની પછી રામદેવ આ જ પરિવાર સભ્ય બની ગયો. જયારે તેની મૃત્યુ થઇ તો આસપાસના તમામ મુસ્લિમ ભાઈઓ એ મળીને તેની અર્થી ને સજાવી અને હિંદુ રીત મુજબ અંતિમ સંસ્કાર કર્યા. આ અગ્નિ સંસ્કારમાં મોહમ્મદ રિજવાન દુકાનના માલિક મોહમ્મદ અરમાન ,મોહમ્મદ રાશીદ, અને મોહમ્મદ ઇજહાર એ આ કાર્ય માટે બહુ જ યોગદાન  આપ્યું હતું અને પરસ્પર સંવાન્દીતાનું ઉદાહરણ પૂરું પડ્યું.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *