ચાર ધામ ની યાત્રા એ ગયેલા ગુજરાતી યુવાનનુ ખીણ મા પડવાથી મોત નીપજયુ ! મુળ ગુજરાત ના

કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. એક વ્યક્તિના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ચાર ધામોમાં કેદારનાથ ધામમાં સૌથી વધુ મૃત્યુ થયા છે, છતાં આરોગ્ય વિભાગ સતર્ક નથી. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 44 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

હાલ જે બે વ્યક્તિના મોત થયા એ બંને ગુજરાતી હતા જેમાંના કે વલસાડના પારડી તાલુકાનો યુવક ધનિશ ભીકુભાઈ પટેલ જેમની ઉંમર ફક્ત 32 વર્ષ હતી. આ યુવક વલસાડના પારડી તાલુકાનો હતો જે 40 ભક્તો ગ્રુપ સાથે ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા. આ યુવક ઊંડી ખીણમાં પડી જતા તેનું મૃત્યુ થયું છે એવું બહાર આવી રહ્યું છે. અને સાથે જ હાલાત એવા છે કે એ યુવકની બધી અંતિમક્રિયા ત્યાં જ કરવી પડે એવી ફરજ પડી હતી.

ધનિશ ભીકુભાઈ પટેલ ગ્રૂપ સાથે ચારધામ જાત્રા પર ગયા હતા અને યાત્રાની શરૂઆતમાં સૌપ્રથમ તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા જ્યાં એમનો પગ લપસ્યો હતો અને પહેલી વખત તેઓ પડી ગયા હતા અને તેના માથામાં નજીવી ઈજા પહોંચી હતી. વધુ ઘા લાગ્યો ન હોવાને કારણે ગ્રૂપ સાથે યાત્રામાં આગળ વધ્યા હતા.

એ પછી તેઓ કેદારનાથ પહોચ્યા અને રામપુરમાં રોકાયા હતા ત્યાં એ વહેલી સવારે હોટલ બહારનીકળ્યા અને હોટલની પાસે જ આવેલ નજીકની એક ખીણમાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ તેના ગ્રૂપ અને પોલીસને કરી હતી તાત્કાલિક ધોરણે ધનિશને શોધવા રેસક્યૂ ઓપરેશન ચલાવાયુ હતુ જેના બાદ ધનિશનો મૃતદેહ ખીણ માંથી મળી આવ્યો હતો.આ ખબર આપવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સાથે જ ભક્તોના ગ્રૂપમાં પણ બધાને આઘાત લાગ્યો હતો.

શુક્રવારે કેદારનાથ યાત્રા પર આવેલા ગુજરાતના પટનાના ભાનુ શંકર પ્રસાદ (71 વર્ષ)ની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેઓને આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતા.  આરોગ્ય વિભાગ દ્વારા મૃત્યુનું કારણ સંભવતઃ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 44 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.