ચાર પાસ દાદા એ ઘરના 11 બાળકો ને IAS થી માંડી મોટા મોટા અધીકારીઓ બનાવ્યા !જાણો વિગતે
દરેક માતા પિતાનું એક સપનું હોય છે. તેમના બાળકો મોટા થઈને અધિકારીઓ બને.પરન્રું દરેકના નસીબમાં IAS કે IPS બનવાનું નસીબમાં હોતું નથી.જો કોઈ પરિવારમાં એક પણ વ્યક્તિ IAS કે IPS બનેલું હોય તો પુરા ખાનદાનને માટે તે ગર્વની વાત હોય છે.પરંતુ વિચારો કેજયારે તમને ખબર પાડે કે ઘરના ૧૧ લોકો IAS ,PSI કે અન્ય મોટા અધિકારી ના પદ ઉપર છે તો આ આપણને સપના જેવું જ લાગે છે.
પરંતુ આ સપનું સાચું છે જે હરિયાણા ના જીંદ જીલ્લામાં એક એવો પરિવાર આવેલો છે જેના IAS અને PSI ની સાથે ૧૧ લોકો ક્લાસ ૧ ના અધિકારી છે.આ તમામ નો શ્રેય માત્ર એક વ્યક્તિને જાય છે જે પોતે એક IAS કે PSI અધિકારી નહોતા પરંતુ પોતાના ઘરના ૧૧ સદસ્યોને અધિકારીઓ બનાવવા માટે તનતોડ મહેનત કરિ હતી.
ચૌધરી વસંત સિંહ શ્યોકેંદ જે હરિયાણાના જિંદ ના ગામ દુમરખા કલાના રહેવાસી છે.જે માત્ર ચોથી પાસ છે.પોતાની ઇચ્છા સકતી થી અને મોટા મોટા અધિકારીઓની સંગતના કારણે તેમણે પણ સપનું જોયું કે તેમના ઘરના બાળકો મોટા થઈને મોટા મોટા અધિકારી બને .ભલે તે બહુ ભણ્યા નથી પરંતુ શું થયું તેમ ચાત તેમણે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું છે.દુનિયા પણ આજે આ વ્યક્તિની તારીફ કરી રહી છે.
મીડિયા રીપોર્ટ અનુસાર ચૌધરી વસંત સિંહ શ્યોકંદ ૪ ધોરણ સુધી જ ભણ્યા છે.આ જ વર્ષે તેઓ મે મહિનામાં ૯૯ વર્ષની ઉમરમાં તેમનું નિધન થઇ ગયું પરંતુ તેમણે પોતાના પરિવાર માટે એટલું બધું કરી નાખ્યું છે કે,યુગો યુગો સુધી તેમણે યાદ કરવામાં આવશે .દૈનિક જાગરણ ની એક રીપોર્ટ મુજબ ,વસંત સિંહ ને ૨ દીકરા છે
મોટો દીકરો રામકુમાર શ્યોકંદ એક કોલેજના રીટાયર્ડ ઓફિસર છે જયારે તેમનો દીકરો યશેન્દ્ર IAS ઓફિસર છે.તો તેર્મની દીકરી સમિતિ ચૌધરી અંબાલા માં રેલ્વે SP ના પદ પર નિયુક્ત છે. વસંતસિંહ નો બીજો દીકરો કોન્ફેંદ માં GM ના પદ પર છે અને તેમની પત્ની ડેપ્યુટી DEO રહી ચુકી છે.અને આ રીતે તેમનો પૂરો પરિવાર કોઈ ન કોઈ અધિકારી ના પદ પર નિયુક્ત છે.જે વસંત સિંહ ની સાથે પુરા સમાજ અને દેશના માટે બહુ ગર્વ ની વાત છે.