બનાસકાંઠાના એક જ પરિવારના ચાર લોકો ને કાળ ભરખી ગયો! રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા….
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ ગોઝારું અકસ્માત રાજસ્થાનના બાડમેર નજીકથી સામે આવી રહ્યો છે. જ્યાં અકસ્માતમાં ચારનાં મોત થયાં છે. 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે. આ પરિવાર ગુજરાતથી જસોલ (બાડમેર) દર્શન કરવા ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે સવારે આઠ વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી ટ્રકે હડફેટે લેતાં કારનો ડૂચ્ચો થઈ ગયો હતો અને ત્રણ વ્યક્તિનાં સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે એક મહિલાને સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થયું હતું. આ અકસ્માત એટલો ખરાબ હતો કે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવા માટે કાર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો છે.
વધુમાં તમને જણાવીએ તો આ ઘટના સિણધરી ક્ષેત્રના હાઈવે પર ભાટલા ગામ નજીકની છે. પોલીસે ઘાયલોને ગુડામાલાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બે મહિલા અને એક પુરુષનાં સ્થળ પર જ મોત થયાં હતા જ્યારે એક મહિલા અને આઠ વર્ષના બાળકને પહેલાં સિણધરી ગામની હોસ્પિટલ અવને પછી ગુડામાલાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં એક મહિલાનું મોત થયું હતું. બાળકની સારવાર ચાલી રહી છે પણ હાલત ગંભીર બતાવાઈ રહી છે.
તેમજ ગુડામાલાણીના ડીઅસપી શુભકરણ ખીંચીએ જણાવ્યું કે મૃતકોમાં બનાસકાંઠાનાં ભાલડીના વતની કમલાદેવી (70), ઘાનેરાના રાજેશ કૈલાશ માહેશ્વરી (22), ધાનેરાના દ્રૌપદીબેન (65) અને મનિષાબેન (32)નો સમાવેશ થાય છે. આ મૃતકો એક જ પરિવારના છે. આ ઉપરાંત મૃતક રાજેશ ના ફઈ અને માસીનાં મૃત્યુ થયાં છે. જ્યારે 8 વર્ષીય મોન્ટૂની માતાનું પણ મોત થયું છે. રાજુને ચા સપ્લાય કરવાનો વેપાર હતો. આ બધા 8 સપ્ટેમ્બરે ગુજરાતના ધાનેરાના જસોલ મંદિરના દર્શન માટે ગયા હતા. આજે શનિવારે સવારે સાત વાગ્યે જસોલથી બનાસકાંઠાના ધાનેરા જવા નીકળ્યા હતા. પણ આઠ વાગ્યે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી હતી.