લગ્ન પ્રસંગે જતા ચાર યુવાનોના થયા કરૂણ મોત…ઘટના જાણી ગભરાઈ જશો…

આજકાલના સમયમાં અકસ્માતનો વ્યાપક પ્રમાણમાં વધારો જોવા મળે છે..ખાસ તો વાહન વ્યવહારનું પ્રમાણ અને લોકોની બેદરકારીભર્યા Draiving ને કારણે અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે..હાલમાં જ એક અકસ્માતનો કિસ્સો જોવા મળ્યો છે જેમાં લગ્નપ્રસંગે જતા ચાર યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે…ચાલો જાણીએ એ ઘટના વિશે..

મળેલ માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે રવિવારની રાતે લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને Private લકઝરી વચ્ચે ખૂબ જ ખતરનાક અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજકોટના ચાર યુવાનો જે રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઇ રહેલા એ વ્યક્તિના અકસ્માતના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક 108 દ્વારા લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે આ ઘટના અંગે આ મૃતક યુવાનોના પરિવારને જાણ થતાં ત્યાં ગમગીની છવાઈ ગઈ હતી.

જોકે આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાંફિક જામ થવા પામ્યો હતો..જોકે ત્યારે પોલીસે અકસ્માત સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે..આ ઉપરાંત દાહોદ અને ઈન્દોર હાઈવે ઉપર પણ બે બસ વચ્ચે અકસ્માત થયા એવી માહિતી મળેલ છે..

એક મહિનાના પ્રવાસે નીકળેલી બસને પ્રથમ દિવસે જ અકસ્માત નડતા મુસાફરો ચિંતામાં ડૂબી ગયા હતા..પરંતુ સદનસીબે કોઈ વ્યક્તિને જાનહાની થયાની કોઈ માહિતી મળેલ નથી પરંતુ આ અકસ્માતમાં 5 મુસાફરોને ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત ભચાઉ નેશનલ હાઇવે પર પડાણા નજીક ટ્રેઇલર અને કાર વચ્ચે વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ખબર મળેલી છે. જેમા અકસ્માત બાદ ટ્રેલર પુલિયા પર લટકી ગયું હતુ અને કન્ટેઇનર ઉથલી ને નીચવા પડ્યું હતું જોકે ટ્રેઇલરની કેબિન લટકી જતા નજીકના લોકોમાં હોબાળો મચી ગયો હતો. જોકે આ અકસ્માતમાં પણ કોઇને જાનહાની થઈ હોય તેવા સમાચાર મળેલ નથી..

જોકે આ ઘટના પરથી જાહેર જનતાને એટલી જ અપીલ છે કે વાહન-વ્યવહારમાં માં યોગ્ય રીતે ધ્યાન રાખીને વાહન ચલાવશો જેથી અકસ્માતની ઘટના ઓછી બનવા પામે..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *