અંબાણી માંડીને બચ્ચન સુધી આ ખાસ કંપનીનું દુઘ પીવે છે !દુઘ ની કિંમત જાણીને આખો ફાટી જશે.

તમામ લોકો દુઘનો  ઉપયોગ કરે છે નાના બાળકો થી લઈને  મોટા વૃધ્ધો પણ દુધનો ઉપયોગ કરતા હોય છે .વિશ્વ દુઘ દિવસ ૧ જુન ના દિવસે મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો હેતુ એક જ છે કે લોકો સુઘી દુઘ નુ મહત્વ પહોચાડી સકાય અને તેના ફાયદા વિશે માહિતગાર કરી સકાય .સૌ પ્રથમ વિશ્વ દુઘ દિવસ ૧ જુન ૨૦૦૧ ના દિવસે મનાવવામાં આવ્યો હતો .આ  જાણવું  ખુબ જ જરૂરી છે કે દુઘ આપડા શરીર માટે ખુબ જરૂરી છે .આમાં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે ફકત દુઘ જ એવી  વસ્તુ છે કે  જે અમીર થી લઈને ગરીબ લોકો સુધી પોતાની જરૂરિયાત મુજબ પીતા હોય છે.પરંતુ આપડે વિચાર આવે કે અંબાણી અને બચ્ચન ના ઘરે ક્યાં ડેરી નું દુઘ આવતું હશે? એની  કિંમત સુ હશે ?

ચાલો તો આપણે તે આજ જાણએ કે મહારાષ્ટ્રના પુણે શહેર માં એક આધુનિક અને ખુબ જ વિશાળ ડેરી આવેલી છે જેનું નામે છે “ભાગ્યલક્ષ્મી’’.આ ડેરી નું દુઘ મુંબઈ સિવાય અનેક દેશોના મોટા મહાનુભાવો ના ઘરે પણ પહોચાડવામાં આવે છે જેમાં અંબાણી ,અમિતાબ બચ્ચન થી લઈને સચિન તેંદુલકર ,અક્ષયકુમાર અને રિતિક રોશન જેવા કલાકારોના ઘરે પણ આજ ડેરી નું દુઘ જાય છે. ભાગ્યલક્ષ્મી ડેરી મહારાષ્ટ્રના પુણે જીલ્લાના મન્ચર ની પાસે આવેલી છે .આ ડેરીના એક લીટર દુઘની કીમત લગભગ ૧૫૨ રૂપિયા છે.આ ડેરી લગભગ ૩૫ એકર વિસ્તારમાં ફેલાયલી જોવા મળે છે.જ્યાં ૩૦૦૦ થી વધુ ગાય છે.

ભાગ્યલક્ષ્મી દેરીમાં રોજ ૨૫ હજાર લીટર દુઘ નું ઉત્પાદન થાય છે .અહી આધુનિક અને આરોગ્યપ્રદ દુઘનું ઉત્પાદન કરવામાં આવે છે.અહી દુઘની ગેરંટી આપવામાં આવે છે કે એ ઉચ્ચ કક્ષાનું દુઘ છે .આ ડેરી ના માલિક દેવેન્દ્ર શાહ છે.પહેલા તે કપડાનો ધંધો કરતા હતા પરંતુ પછી થી તેઓએ પોતાનું ડેરી શરુ કરી .શાહ ને સૌથી પહેલા ૧૭૫ ગ્રાહકોની સાથે ‘પ્રાઈડ ઓફ કાઉ ’લોન્ચ કર્યું .ભાગ્યલક્ષ્મી ડેરી ને આજના સમયમાં ૨૫ હાજર કરતા પણ વધારે ગ્રાહકો છે .તેમનાં  ગ્રાહકો દેશભરમાં અલગ અલગ શહેરોમાં રહે છે અહિનું દૂધ ઉતર થી દક્ષીણ અને પૂર્વ થી પશ્ચિમ ચારેય દિશામાં સપ્લાય કરવામાં આવે છે .

દેરીમાં હોલસ્ટીન ફ્રીઝીયન જાતિની ૩ હજારથી વધુ ગાયો છે આ જાતી સ્વીત્ઝીલેન્ડ ની છે.આ પ્રજાતિ ની એક ગાય રોજના ૨૫-૨૮ લીટર દુઘ આપે છે. આ ગાય ની કીમત ૯૦ હાજર થી દોઢ લાખ સુધીની છે .       આ ગાય ની દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એટલું કે તેમના માટે પાથરવામાં આવેલો રબર મેટ ને પણ ૩ વાર સાફ કરવામાં આવે છે .આ ગાય ફક્ત RO નું  જ પાણી પીવે છે ગાયને સોયાબીન ની સાથે અલકા ઘાસ ,મોસમી શાકભાજી તથા મક્કીનો ચારો પણ આપવામાં આવે છે.

ડેરી માં ગાયનું દુઘ કાઢવાથી લઈને બોટલમાં પેક થાય ત્યાં સુધી દરેક કામ ઓટોમેટીક જ થાય છે.દેરીમાં આવતા દરેક વ્યક્તિને તેમના પગને સાફ કરીને જ આવવા દેવામાં આવે છે . દુઘ કાઢતા પહેલા દરેક ગાયના વજન ને ટેમ્પરેચર માપવામાં આવે છે ,જો જણાય કે કોઈ ગાય બીમાર છે તો તેણે તરત જ દવાખાને લઇ જવામાં આવે છે .દુઘ પાઈપ થી સીલોસ માં ને પછી પાશ્ચ્રચરાઈઝ અને પછી બોટલમાં પેક કરવામાં આવે છે.

દેવેન્દ્ર શાહ ની દીકરી અને કંપની ની માર્કેટિંગ હેડ અક્ષાલી શાહ ના પ્રમાણે પુણે થી મુંબઈ સુથી દરરોજ દુઘની વહેચણી ફ્રીજીંગ થી કરવામાં આવે છે પુણેથી મુંબઈ સુધી પહોચતા સડા ત્રણ કલાક નો સમય લાગે છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *