ગુજરાતના આ ભાગો માંથી મેઘરાજાએ લીધી સત્તવારા વિદાઈ! મનોરમા મોહંતીએ કહ્યું કે ‘નેઋત્ય…..

હાલ હવે ચોમાસાની ઋતુના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને આને ઘણા રાજ્યોમાં તો વરસાદની સીઝન પણ પુરી થઈ ગઈ છે. આમ હવે ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે નહિ. આવો તમને વરસાદને લગતી હવામાન વિભાગની પુરી આગાહી જણાવીએ.

તમને જણાવીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ચાલુ વર્ષે 127 ટકા જેટલા વરસાદ વરસાવનાર નૈઋત્ય ચોમાસુ એ આજથી સતાવાર રીતે વિદાય લીધી છે. અને હવે રાજયમાં, કયાંય પણ ચોમાસું વરસાદ પડવાની શકયતા નથી. દરમ્યાન રાજય હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીનો સંપર્ક સાધતા તેઓએ સાંજ સમાચાર સાથેની વાતચિતમાં તેઓએ જણાવેલ હતું કે, આજથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માંથી નૈઋુત્વ ચોમાસાએ વિદાય લીધી છે.

આમ હાલ રાજયમાં ચાલુ વર્ષે 127-ટકા જેટલો વરસાદ પડયો: હાલ એક પણ સિસ્ટમ નથી. હવે કોઈ ચોમાસુ સિસ્ટમ છે નહી આથી હવે રાજયમાં કયાંય પણ ચોમાસું વરસાદ પડવાની શકયતા નથી.તેઓ એવું પણ જણાવેલ હતું કે રાજયમાં અમૂક સ્થળોએ ભેજનું પ્રમાણ વધુ રહેતા આવા સ્થળોએ છુટ-છુટ વરસાદ થઈ શકે છે બાકી હવે ચોમાસુ વરસાદ ની કોઈ શકયતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે મેઘરાજા એ સમગ્ર રાજયમાં લિલાલહેર કરાવી લીધા છે.અને રાજયભરમાં 127 ટકા જેટલો વરસાદ પડી ચુંકયો છે. ચાલુ વર્ષે સર્વત્ર વ્યાપક વરસાદના પગલે પાક-પાણીનું ચિત્ર ઉજળુ બની ગયુ છે. અને રાજયમાં મોટાભાગમાં જિલ્લામાં ડેમો, તળાવો, ચેકડેમો, નદી-નાળા છલકાઈ ગયા છે. આમ હવે ગરબાપ્રેમીઓ માટે સારા સમાચાર ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત આ પ્રમાણે કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *