ગાંધીનગર: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! બાળકો વચ્ચે બોલાચાલી થતા થયું એવું કે જાણી ધ્રુજી જશો…વાલીઓ ખાસ વાંચે
હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે જેની પાછળ ઘણી વખત ખુબજ ચોકાવનારું પણ કારણ હોઈ છે તો વળી ઘણી વખત એવા કારણો હોઈ છે જેની તમે પણ કલ્પના નો કરી હોઈ. જો વર્તમાન સમયની વત કરવામાં આવે તો આજની યુવા પેઢી નાની બાબતે ઝઘડો કરી બેઠતા હોઈ છે અને સામાન્ય બાબતનો આ ઝઘડો ક્યારે વિકરાળરૂપ ધારણ કેરી લે છે અને એવુ પરિણામ સામે આવતું હોઈ છે જે ખુબજ ધ્રુજાવી દેતો જોવા મળતું હોઈ છે. તેવીજ હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેનું કારણ જાણી તમે પણ દંગ રહી જશો.
હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના ગાંધીનગરના કલોલના નારદીપુર ગામ માંથી સમી આવી રહી છે જ્યાં યુપીનો એક પરીવાર છેલ્લા 25 વર્ષથી આ ગામના બાંડિયાવાસ ખોડીયાર માતાના મંદિર પાસે રહે છે. અને ગામમાં જ પાણીપૂરીનો વ્યવસાય ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારનો 15 વર્ષીય દીકરો અમર પ્રમોદભાઈ વિશ્વકર્મા ગાંધીનગર ખાતે ધો. 9માં અભ્યાસ કરતો હતો.
તેવામાં આ બલકે બે દિવસે પૂર્વે જ તેજ ગામના અન્ય બે બાળકો સાથે ગેમ રમવા બાબતે બોલાચાલી થઇ હતી. અને જે બાદ ગુરુવારના રોજ તે શાળા થી ઘરે આવ્યા બાદ ગામના તળાવ પાસે રમવા ગયો હતો. તે દરમિયાન ફરી બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવમાં બાળકને ડાભા ખભા પર છરી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આમ છરી નો ઘા એટલો તીવ્ર હતો કે તેને 4.5 ઇંચ લાંબો તેમજ 1.5 ઇંચ પોહળો ધા પડી ગયો હતો. જેના પગલે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ને જાણ થતા દોડી આવેલ પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસે આ ફરિયાદને આ ધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.