ગાંધીનગર: યુવક પોતાના બે સંતાનને લઈ નર્મદા કેનાલમાં કૂદી મૌતને વ્હાલું કર્યું! મરતા પેહલા વિડીયો બનાવ્યો જેમાં કીધું “મારી…જાણો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે તેના બે છોકરા સાથે કેનાલ કૂદીને આપઘાત કરી લીધું. આપઘાત કરતા પહેલા યુવકે વિડિઓ બનાવી તેમાં કારણ પણ જણાવ્યું હતું. આવો તમની આ ઘટના વિગતે જણાવીએ.
આ આપઘાતની ધ્રુજાવી દેતીઘટના ગાંધીનગર જિલ્લાના રાયપુર સાયફન પાસેથી સામે આવી રહ્યો છે જ્યાં નર્મદા કેનાલમાં પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી હારી થાકીને ચાર અને છ વર્ષના બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે બે સંતાનો સાથે આત્મહત્યા કરવા પહોંચેલા શ્રમજીવી યુવાને કેનાલ પર ઊભા રહીને મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. આ આ આપઘાતની ઘટના બાદ ગઈકાલે નાના પુત્ર આરવની લાશ મળી આવ્યાં બાદ આજે બીજા પુત્ર ઋષભ અને પિતાની લાશ પણ મળી આવી છે.
આમ આપપઘાત કરતા પહેલા યુવક વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘મારી ત્રણેય બેન આ બધા વચ્ચે ભાઈ ફસાઈ ગયો હતો. એટલે દરેકથી કઈ પણ થાય એવુ નહોતું. આમા બધી નસીબની વસ્તુ છે. વિધાતા તો આવી રીતે મરવાનું કાંઈ લખતા નથી. પણ દુનિયા જેને દિલજ ન હોય, મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધુ કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવુ છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તુ મરે તોય મારે શું. પછી સાંજે ફોન કર્યો તો પાછી હસવા લાગી અને કીધુ કે મારે તમને મારી નહીં નાખવાના મારે તમને રાખવાના છે. પણ જો રહેવું હોય તો રે બાકી નાટક ન કરે. જે કોઈ કારણ હોય તો છુટુ થાય અથવા અહી આવે. આ નિર્ણયમાંથી કોઈ મારો નિર્ણય ન લાઈ શક્યું. એટલે મે જાતેજ મારો નિર્ણય લઈ લીધો.’
તેમજ યુવક વધુમાં જણાવી રહ્યો છે કે, દરેકને અલવિદા… મારી દક્ષા બહેનને તો સવારે ફોન કર્યો, પણ બહેનને તો ખબર જ નહી હોય કે ભાઈ છેલ્લી વખત ફોન કરી રહ્યો છે. મરવાનું હોય એટલે માણસને બધુ પહેલેથી સુજે. જોકે, ભગવાને તો દવા કે કેનાલથી મરવાનું નથી લખ્યું. ભગવાન તો હકીકતમાં કોઈને મારતો જ નથી. કેમ કે આપણી આત્મા અમર છે. કદાચ હું અને મારા બે છોકરા મરી જાય તો અમે ત્રણેય જણા ભટકીશું. એટલે કાંઈ વાંધો નહી. મેં મારા સાસરીવાળાઓને બધાને સમજાવ્યાં પણ કોઈ સમજવા તૈયાર નથી. મારા કૂટુંબમાંથી તો કોઈ સાથે આવે એમ નહોતા. હુ બે ત્રણ જણા આગળ કરગર્યો પણ કોઈએ મારું સાંભળ્યું નહી ને ઉલ્ટાનુ કીધુ કે જો પૈસા હોય તો છુટુ કરી લે, પણ દેવ છૂટૂ નહી કરે, તો કાઈ વાંધો નહી કેમકે દેવને નિમિત ન બનાવાય.
હું મારા મમ્મી અને પપ્પાને છેલ્લી ઘડી સુધી યાદ કરુ છું. મારી માને તો એકલો તરછોડીને જતો રહ્યો. એમને યાદ કરીને હાલ પણ મને રોવું આવે છે. પણ રોઈનો કોઈ મતલબ નહીં. મારે સવારમાં મારી મમ્મીને જોવી તી પણ સરખી રીતે ન જોઈ શક્યો. પણ કાઈ વાંધો નહીં. આ બે છોકરાને અહીયા મુકીને જાઉ તો દુનિયા ન જીવવા દે અને ટોણા મારી મારીને મારી નાખે. કેમકે, મને એરીયાનો અનુભવ હતો. બધુજ અનુભવ હતો. આતો બધા સમય સંજોગો છે અને કોઈને કાંઈ કહેવા જેવુ પણ નથી. મળીશું હવે આવતા જનમમાં કોઈ એવા સમય સંજોગે.
આમ વિનોદ આપઘાત કરતાં પહેલાં પરિવારને સંબોધીને વીડિયો બનાવવા લાગ્યો હતો. વચ્ચે વચ્ચે બને સંતાનો બાળ સહજ તેના પિતા વિનોદને પણ પૂછતાં હોય છે. લગ્નજીવનથી હારી થાકીને વિનોદે અંતિમ વીડિયો બનાવી પરિવારને પણ મોકલી આપ્યો હતો.આમ જે બાદ વિનોદે ચાર વર્ષના પુત્ર આરવને કેનાલમાં ફેંકી દીધો હતો. પછીથી મોટા પુત્ર રીષભને લઇને કેનાલમાં કુદી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો સહિતના પરિવારજનો કેનાલ તરફ દોડી આવ્યાં હતા. કેનાલમાં ત્રણેયની શોધખોળ કરાવી હતી. ત્યારે ગઈકાલે બાલીસણા તરફ આવેલી કેનાલમાંથી નાના પુત્ર આરવની લાશ મળી આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો