ગાંધીનગર: કારની મજા મોતની સજા ! પાંચ મિત્રોની સવારી નીકળી હતી કારમાં ત્યાજ થયું એવુ કે…શું છે પૂરી ઘટના?
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
અકસ્માતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો ગાંધીનગર સેક્ટર – 28/29 બસ સ્ટેન્ડ નજીક પાસેથી સામે આવી રહી છે. જ્યાં માણસાના બિલોદરા ગામનો મૂળ વતની કુણાલ ઈન્દ્રસિંહ વાઘેલા તેના માસાનાં ઘરે પેથાપુર સ્વર્ગસ્વપ્ન ફ્લેટમાં રહી સમર્પણ કોલેજમાં એફવાયબીનાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. અને થયું એવુ કે ગત શનિવારની રાત્રિના સમયે કુણાલ અને તેના માસીનો દીકરો સંગ્રામ તેમજ અન્ય મિત્રો સૈયમ રાજેશભાઇ દેસાઇ,જીલ કનુભાઇ દેસાઇ તથા તીર્થરાજસિંહ સિસોદીયા ભેગા થયા હતા. વહેલી સવારે દોડવા માટે જવાનું નક્કી કરીને છુટા થયા હતા.
આમ નક્કી કર્યા મુજબ ગઈકાલે સવારના પોણા પાંચેક વાગ્યાના સમયે પાંચેય મિત્રો સ્વર્ગ સ્વપ્ન ફ્લેટ ખાતે ભેગા થયા હતા અને સૈયમની આઈ – 20 કારમાં ગાંધીનગર દોડવા માટે નીકળ્યા હતા. તે વખતે ગાડી સૈયમ ચલાવતો હતો. તેની બાજુમાં સંગ્રામ બેઠેલો હતો. જ્યારે કુણાલ, જીલ અને તીર્થ પાછળની સીટમાં બેઠા હતા અને ફરતા ફરતાં બધા સમર્પણ કોલેજ બાજુ ગયેલા અને ત્યાંથી ઘ-6 સર્કલ થઇ ઘ-7 સર્કલ તરફ જતા હતા.
જે બાદ અચાનકજ સેકટર 28/29 બસ સ્ટેન્ડ નજીકના કટ પાસે રોડની ડિવાઇડરને ગાડી અથડાઈ હતી. જેનાં કારણે સૈયમે કાર પરનો કાબુ ગુમાવી દઈ ડિવાઇડરની રેલીંગની જાળી તોડીને કારને પલટી ખવડાવી દીધી હતી. આ અકસ્માતમાં પાંચેય જણાને શરીરના ભાગે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. બાદમાં તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જો કે સંગ્રામને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.