ગાંધીનગરના આપ ઉમેદવારે પોતાની લગ્ન કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે ચારો તરફ થઇ રહ્યા છે વખાણ ! પ્રદુષણ અને ટ્રાફિક નિયમ….
જેમ તમે જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો તેમના લગ્ન ખુબજ ધૂમધામથી કરતા હોઈ છે. તેમજ આજની યુવા પેઠી એવી છે કે લગ્નમાં આકર્ષણ વધારવા માટે મોંઘા મોંઘા ખુબજ ખર્ચ કરતા જોવા મળતાં હોઈ છે. જોકે આ સાથે અલગ અલગ પ્રકારની કંકોત્રી છપાવવી અને લગ્ન પહેલા પ્રિવેડિંગ ફોટોશૂટ વગેરે કરાવતા હોઈ છે. તેવામાં હાલમાં એક એવા લગ્ન સામે આવી રહ્યા છે જે લગ્નની કંકોત્રીમાં એક અનોખો જાગૃતતા સંદેશ પાઠવવામાં આવ્યો છે. આવો તમને આ અનોખી કંકોત્રી વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયાના લગ્ન કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થવા જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આમ આ સાથે વધુમાં ધાર્મિક એ જણાવ્યું હતું કે હાલના સમયમાં યુવાનો વ્યસન કરતાં કરતાં ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃિતનો અભાવ છે, ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઇબર ક્રાઈમ નો ભોગ બને છે.
તો વળી મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી.સાઇબર ક્રાઇમથી બચવા શું કરી શકાય,આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે‘ હતાશ થવું નહીં નિરાશ થવું નહીં ’ વગેરે પ્રોત્સાહિત વાક્યો લગ્નની કંકોત્રીમાં લખ્યા છે. સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી છે.
કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે પણ મેસેજ અપાયો છે. ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે. વગેરે વાક્યોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચડવાનો પ્રયાસ કરાયો છે. આમ હાલ આ કંકોત્રીની ચર્ચા ચારેય બાજુ ખુબજ થઇ રહી છે લોકો પણ આ કંકોત્રી અને ધાર્મિકભાઈના ખુબજ વખાણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.