ગરબા સમ્રાટ અતુલભાઈ પુરોહીત સ્ટેજ પર થી કેમુ એવુ કિધુ કે ” કોઈ એ મને પથ્થર માર્યો એવુ પહેલી વાર બન્યું…જુઓ વિડીઓ

મિત્રો તમે જાણોજ છો નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને લોકો ખુબજ આનંદ અને જોશ થી નવરાત્રીમાં ગરબા અને દાંડિયા લેતા હોઈ છે. તેમજ હાલમાં એક તરફ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. તેવામાં હાલ વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.

આમ બીજી તરફ માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. આમ ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડી અને યુનાઇટેડ-વેમાં સતત બીજા દિવસે ગ્રાઉન્ડ પર પથ્થરોના મુદ્દે હોબાળો થયો ગયો હતો અને ઇન્ટર્વલ પછી બીજા ગરબાએ જ ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતાં હોબાળો મચી ગયો હતો. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.

જોકે આમ ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ-વેમાં પહેલા જ નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં કળતર સહન કરવાનો વારો આવતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ઉમંગભેર ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ ભારે રોષે ભરાયા હતા એને પગલે અતુલ પુરોહિતને પણ માઇક પરથી આયોજકોનો બચાવ કરવો પડ્યો કે માફ કરજો, નવી જગ્યામાં તકલીફ પડી રહી છે, આવતીકાલથી નહીં પડે. એ બાદ આજે મંગળવારે આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વીણાવવાનો વારો આવ્યો હતો. આમ ખેલૈયાઓએ હોબાળો મચાવતાં માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી ગયા હતા અને ખૈલેયાઓને કહ્યું હતું કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ના બગડે એનું ધ્યાન રાખો.

અને ટોળામાં ભેગા ના થાવ, તમને કોઇ પ્રશ્ન હોય તો તમે લેખિતમાં અરજી આપી શકો છો. ખેલૈયાઓને કોઈપણ ફરિયાદ હોય તો તેઓ ગ્રાઉન્ડ પર અમારો સ્ટોલ છે, ત્યાં આવીને પણ રજૂઆત કરી શકે છે. તેમજ યુનાઇટેડ વે રિસર્ચ મોબિલિટી કમિટીના ચેરમેન હેમંત શાહે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ પર પથ્થરો હોવાને કારણે આજે દિવસ દરમિયાન સફાઇ સહિતની કામગીરી કરવામાં આવી હતી. માત્ર 15થી 20 તોફાની તત્ત્વો ઉત્પાત મચાવી રહ્યાં છે. હોબાળો થયા પછી પણ ગરબા ચાલુ થયા છે. અતુલ પુરોહિતને કોઇએ પથ્થર માર્યો છે. આમ તેઓ જો કેહશે તો કાલે ફરિયાદ નોંધવામાં જરૂર આવશે.

આમ જે બાદ યુનાઇટેડ-વેના ગરબા ગ્રાઉન્ડ પર સવારથી જ કાંકરા વીણવાની કામગીરી ચાલુ હતી. બીજી તરફ રાત્રે ચાલુ ગરબામાં પણ ઇન્ટર્વલ દરમિયાન સાવરણા અને ડોલોથી ગ્રાઉન્ડ સાફ કરીને કાંકણા વીણવામાં આવ્યા હતા. તેમ છતાં ગ્રાઉન્ડમાં મોટા પથ્થરોને પગલે લોકોના પગને ઇજા પહોંચતાં ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો હતો. યુનાઈટેડ-વે ગરબાના પાસધારક દ્વારા પાસ માટેની મોટી રકમ લીધા બાદ યોગ્ય સુવિધા ન આપતાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતાં અદાલતે આયોજકો વિરુદ્ધ નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. નવાપુરામાં રહેતા વિરાટસિંહ વાઘેલા વ્યવસાયે વકીલ છે. તેમને તથા પરિવારે પાસદીઠ 4838 ચૂકવ્યા હતા. આમ તમામ આયોજકોને કોર્ટ દ્વારા નોટિસ કાઢી હાજર રહેવા જણાવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *