લસણ ની ખેતી પણ તમને બનાવી સકે છે ધનવાન, જાણો કેવી રીતે શરૂઆત કરવી

જો ખેતીના કારણે મોટી કમાણી  કરવી હોય તો અમે આજે તમને એક એવી ખેતી વિષે જણાવવાના છીએ જેમાં આજકાલ  ના યુવાનો પણ નોકરી છોડીને આ વસ્તુની ખેતી કરી રહ્યા છે. અને ઘરે બેઠા  લાખો રૂપિયા જેવી મોટી આવક પ્રાપ્ત કરી રહ્યા છે, વાસ્તવમાં અમે તમને લસણ ની ખેતી વિષે જણાવાના છીએ .આની ખેતી કરવાથી  પહેલી જ વારમાં એટલે કે છ મહિના માં જ ૧૦ લાખ રુપયા સુધી કમાઈ શકો છો. લસણ ની ખેતી કરવાથી ખેડૂતો લાખો રૂપિયાની આવક ભેગી કરી સકે છે.

તમને જણાવી દઈએ કે, લસણ એક નક્કોર ખેતી છે ભારતમાં આની માંગ વર્ષ સુધી ચાલ્યા જ કરે છે.  મસાલા થી લઈને ઔષધ તરીકે પણ લસણ નો ઉપયોગ ભારતના દરેક ઘરના રસોડામાં થતો જોવા મળે છે. લસણની ખેતી કરનાર વ્યક્તિ માલામાલ બની જાય છે, પરંતુ આના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. લસણની ખેતી વરસાદની ઋતુ પૂરું થઇ ગયા પછી જ શરુ કરવામાં આવે છે. આમ જોઈએ તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનો બરાબર ગણાય છે. લસણની ખેતી તેની કળીઓના લીધે જ કરવામાં આવતી હોય  છે. ખેતીની જુતાઈ ૧૦ સેમી દુર થી કરવામાં આવતી હોય છે.

જેથી એની  ગાઢ સારી રીતે  બેસી જાય. લસણની ખેતી કોઈ પણ માટી પર કરી સકાય છે. પરતું ખેતી ત્યાં કરવી જોઈએ જ્યાં પાણી રોકી સકે નહિ. આ ફસલ આમ તો ૫-૬ મહિના માં તૈયાર થઇ જાય છે. લસણનો ઉપયોગ અથાણું, શાક, ચટણી અને મસાલા તરીકે કરવામાં આવે છે. વધુ બ્લડપ્રેશર, પેટને સબંધી રોગ, પાચનને લગતી સમસ્યા, ફેફસા સબંધી સમસ્યા, નપુંસકતા અને લોહીની  બીમારી  માટે પણ લસણ ને  ઉપયોગ માં લેવામાં આવે છે. તેના એનટી બેક્ટેરિયા અને એનટી કેન્સર જેવા ગુણો ના કારણે બીમાંરીયોમાં ઉપયોગ થવા લાગ્યો છે.

આજના સમયમાં લસણનો ઉપયોગ માત્ર મસાલા સુધી સીમિત નથી રહ્યો પરંતુ, હવે તેમાં પ્રોસેસિંગ કરી પાઉડર, પેસ્ટ અને ચિપ્સ સહીત ઘણી વસ્તુ બનાવવા માટે થાય છે. જેનાથી ખેડૂતો ને ઘણો લાભ થાય છે.લસણ લગભગ એક એકડ ખેતરમાં ૫૦ ક્વિન્ટલ સુધીની પેદાશ થઇ સકે છે. પ્રતિ ક્વિન્ટલ આ લસણ થી ૧૦૦૦૦ થી લઈને ૨૧૦૦૦ રૂપિયા મળી સકે છે. જયારે જો લાગટ પ્રતિ એકડ ના રૂપિયા ૪૦૦૦૦ સુધી આવી શકે  છે. એવામાં ખેડૂત એક એકડ માં લસણની રિયા વન પ્રકારની ખેતી કરી ખેડૂત ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની કમાઈ કરી સકે છે.  આ સાથે  જણાવી દઈએ કે, રિયા વન લસણની ખેતી એક પ્રકારની કિસ્મ છે. મીડિયા રીપોટ મુજબ , રિયા વન ની ગુણવત્તા  અન્ય લસણની તુલનામાં બહુ જ સારી માનવામાં આવે છે. આની એક ગાઢ ૧૦૦ ગ્રામ સુધી હોય છે. અને એક ગાઢ માં ૬ થી ૧૩ કળીઓ હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.