જેન્ટિંગ હોંગ-કોંગ ગ્રુપનું ક્રૂઝ અલંગ ખાતે તેની અંતિમ સફરે આવી પહોંચ્યું…જુઓ લક્ઝયુરિયસ કૃઝની અંદરની તસવીરો

વાત કરીએ તો તમને બધાને ખબરજ હશે કે એશિયાનું સોંથી મોટુ શિપ બ્રેકીંગ જગ્યા અલંગ છે જ્યાં એશિયાના બધાજ મોટા ભાગના જહાજ બ્રેકીંગ માટે આવતા હોઈ છે તેમજ વાત કરીએ તો હાલ કોરોના કાળમાઁ પણ 14 જેટલા કૃઝ જહાજ જે ખુબજ લક્ઝયુરિયસ હતા તે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાવા માટે આવ્યા હતાં. અને હાલ એક તેવુંજ જેન્ટિંગ હોંગ કોંગ જેન્ટિંગ ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ અલંગ ખાતે અંતિમ સફરે આવી ચૂક્યું છે. આવો તમને તેના વિશે જણાવીએ

આ જહાજ ખુબજ મોટુ અને વૈભવશાળી છે. આ ક્રૂઝ મલેશિયાની કંપનીની માલિકીનું છે. સ્ટાર પીસીસ ક્રૂઝ ભાવનગરના અલંગ દરિયા 2 કિલોમીટરના અંતરે બેન્કરેજ પર પહોંચી ગયુ છે. જોકે હજુ સુધી અલંગ ખાતેના અંતિમ ખરીદનાર નક્કી થયા નથી. પરંતુ આગામી સપ્તાહમાં બધું ફાઇનલ થઇ જશે. સ્ટાર પીસીસી ક્રૂઝ શિપ 1990માં બનાવવામાં આવ્યું હતું. આ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરોનો સમાવશે થઈ શકે છે, અને 750 ક્રુ મેમ્બરો સામેલ થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે ક્રૂઝ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. જહાજ માલીકોને શિપ સાચવવા પણ આર્થિક ક્ષેત્રે પરવડી રહ્યા ન હતા, તેથી કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રૂઝ જહાજો ભાંગવા માટે મોકલવામાં આવ્યા છે.

તેમજ વાત કરીએ તો 1900 પેસેન્જરનું જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રૂઝફેરી “એમએસ કેલિપ્સો” તરીકે બનાવવામાં આવ્યું હતું. આ જહાજ SULZER મરીન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને કુલ પાવર આઉટપુટ 23.75 MW છે. જેમાં બોટના 12 ડેક છે. બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો માટે સ્ટાર મીન લાઉન્જ, ક્લબ અને અન્ય મનોરંજન સ્થળોની સંપૂર્ણ સૂચિને અનુસરે છે. સાથે સ્ટાર ક્લબ, સ્ટાર કેરેઓકે, હેલ્થ ક્લબ, ઓસ્કારનું બ્યુટી સલૂન, સ્ટાર બુટિક, મેક્સિમ્સ લાઉન્જ, પ્રીમિયમ ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટિંગ પેલેસ, જેન્ટિંગ ક્લબ સામેલ છે.

આ ક્રુઝ શિપમાં 7 રેસ્ટોરન્ટ, કેસિનો, સ્વીમિંગ પૂલ, વેલનેસ એન્ડ સ્પા, રીક્રિએશન એન્ડ સ્પોર્ટ્સ, ડીસ્કો થેક, ગેલેક્સી થીએટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. 3 માળના આ ક્રુઝ જહાજનું પુન:નિર્માણ વર્ષ 2018માં કરવામાં આવ્યુ હતુ તેથી આ જહાજમાં અદ્યતન રાચરચીલુ મોજુદ છે. ક્રુઝ શિપની માલીક કંપની સ્ટાર ક્રુઝ નાણાભીડમાં સપડાયા બાદ સ્ટાર જેમીની, સ્ટાર એક્વેરિયસ અને સ્ટાર પીસ્ક એમ કુલ ત્રણ વૈભવી ક્રુઝ જહાજો વેચવા કાઢ્યા છે, અને તે પૈકી સ્ટાર પીસ્ક અલંગમાં આવ્યુ છે.

3 માળના આ ક્રુઝ જહાજનું પુન:નિર્માણ વર્ષ 2018માં કરવામાં આવ્યુ હતુ તેથી આ જહાજમાં અદ્યતન રાચરચીલુ મોજુદ છે. ક્રુઝ શિપની માલીક કંપની સ્ટાર ક્રુઝ નાણાભીડમાં સપડાયા બાદ સ્ટાર જેમીની, સ્ટાર એક્વેરિયસ અને સ્ટાર પીસ્ક એમ કુલ ત્રણ વૈભવી ક્રુઝ જહાજો વેચવા કાઢ્યા છે, અને તે પૈકી સ્ટાર પીસ્ક અલંગમાં આવ્યુ છે.હોંગકોંગમાં સ્ટાર પીક્સ ક્રુઝ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતુ. પરંતુ આ જહાજ કેસિનોની સવલત પ્રવાસીઓમાં જાણીતી હતી. જહાજના પ્રથમ માલીક રેડેરી એબી સ્લાઈટ, 1993ની શરૂઆતમાં નાદાર થઈ ગયા હતા, તે સમયે સ્ટાર ક્રૂઝે જહાજને હસ્તગત કર્યું હતું. 2000 માં, સ્ટાર ક્રૂઝે નોર્વેજીયન ક્રુઝ લાઇન હસ્તગત કરી, જેમાં ઓરિએન્ટ લાઇન્સ અને નોર્વેજીયન મકર લાઇનનો સમાવેશ થાય છે.

તેમજ વાત કરીએ તો અલંગની આજુબાજુની રીટેલ માર્કેટમાં ક્રૂઝ જહાજોના સામાન વેચાણાર્થે આવી રહ્યા છે. અલંગમાં નવું ભંગાવા માટે આવી રહેલું જહાજ આકર્ષણનું કેન્દ્ર બનવાની શક્યતા છે. અગાઉ કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, કોલમ્બસ, મેગેલાન, ઓશન ડ્રીમ, અલ્બાસ્ટ્રોસ, માર્કોપોલો, મેટ્રોપોલીસ, સ્ટ્રે મેટ્રોપોલીસ, લીઝર વર્લ્ડ, એમ્યુઝમેન્ટ વર્લ્ડ જેવા ક્રુઝ શિપ અલંગમાં આવી ચૂક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.