ગીરમાં આવેલું છે આદિ અનાદિ કાળનું ખોડલમાઁનો ગુણો, જ્યાં મગર આરતી સમયે આપે છે હાજરી, જાણો તેનું કારણ…

ગુજરાતમાં અનેક સ્થાનોમાં દેવીઓ બિરાજમાન છે. ત્યારે આજે આપણે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં આવેલ સુંવાળા ગામનાં આઈ ખોડલમાન સાનિધ્ય વિશે વાત કરીશું તેમજ આ મંદિર સાથે જોડાયેલ ઇતિહાસ અને પૌરાણિક કથા પણ અમે આપને જણાવીશું. ખરેખર ગીરનાં જંગલોની વચ્ચે કૂદરતી સૌંદર્યમાં આવેલું આ મંદિર ભલે કલાત્મક કે ભવ્ય નથી પણ અતિ અલૌકિક છે.

ચાલો અમે આપને આ મંદિર વિશે માહિતગાર કરીએ. આ મંદિર આઈ ખોડલ માતાજીનું છે, જ્યાં મગર માતા સવાર અને સાંજે આરતીના સમયે દર્શન આપવા માટે આવે છે. આ મગર માતાજી નાં દર્શન કરવા એક અનેરો લાહ્વો છે.ખરેખર આ જગ્યામાં અનેક પૌરાણિક કથા જોડાયેલ છે. આ મંદિરમાં મા ખોડલ માતાજી ની સાથો સાથ ભવાનીમાં અને વાઘેશ્વરીમાં તેમજ ખોડલ મા બિરાજમાન છે.અહીંયા નાં મહંત શ્રી કરશન બાપુ એ આ સાનિધ્યનો ઇતિહાસ પોતાના મુખે થી અપાવ્યો.

જશાદાદા ભાલિયા અહિયાં બિરાજમાન છે, કહેવાય છે કે ભવાની મા તેમમાં હાથમાં તલવાર આપી હતી. તેમજ આ સ્થાન ગુણો તરીકે ઓળખાય છે અને આ સ્થાન કેટલાય વર્ષ જૂનું છે, એ કોઈ નથી જાણતું. આ જગ્યાની ખાસ વાત એ છે કે, અહીંયા મા ખોડલ એ પાતાળ તોડેલ છે. જે ગુણો છે એ શેઠ જગુડશા એ જમાડેલ છે તેમજ માતા એ પાણી પીવડાવેલ છે. એવું કહેવાય છે કે, જ્યારે ખોડિયાર માતાજી ને રસ્તો નહોતો જડતો ત્યારે મા મગર અશ્વારી બનીને આવ્યા અને અહીંયા જ મગરના નાકમાં સોનાની નથણી પહેરવામાં આવી છે.

આ દિવ્ય સાનિધ્યમાં મગર માતાજી આજે પણ ભાવિ ભક્તોને દર્શન આપે છે. એવું કહેવાય છે કે આ ગુણો આદિ અનાદિ કાળ થી છે. નિત્ય સવાર અને સાંજની આરતી સમયે મગર માતાજી ભક્તોને દર્શન આપવા માટે આવે છે. આ ક્ષણ ભક્તો જ્યારે પણ આવે છે, ત્યારે આરતી નો લ્હાવો લેવાનું ભૂલતા નથી. આ મગર માતાજીનું નામ પણ આરતી જ પડવામાં આવ્યું છે. આ દિવ્ય સાનિધ્ય ની એકવાર અચૂક મુલાકાત લેવી જોઇએ. એક તો તમને ગીર નું જંગલ અને મંદિરની પવિત્રનો અનુભવ થશે. અહીંયા માતાજી વાજીયાપણું દૂર કરે છે તેમજ ભક્તો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.