ગીર ગઢડા : જંગલ ના રાજા 80 ફુટ ઊંડા કુવા મા પડ્યા જુઓ વિડીઓ કેવી રીતે જીવ ના જોખમે રેસ્ક્યુ કરાયું….

મિત્રો વાત કરીએ તો અમુક વખત જંગલી પ્રાણીઓ જેવાકે સિંહ, દીપડા, ચિત્તો, વગેરે ઘણી વખત ગામ ની અંદર આવી પડતાં હોઈ છે અને પાલતું પશુઓ ગાય, ભેંસ, બકરી, વગેરે નો શિકાર પણ કર્તા હોઈ છે જે બાદ લોકોના મનમાં ખુબજ ભય થઈ જતો હોઈ છે. હાલમાં એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે જેમાં એક સિંહ ગામના કુવામાં 80 ફૂટ ઊંડા ઊંડા પાણીમાં પડ્યો જે બાદ તેનું રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવ્યો જેનો વિડિઓ પણ હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

આમ તમને જણાવીએ તો ગીર-સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક અને વાડી વિસ્તારમાં આવી ચડતા હોય છે. પરંતુ આ દરમિયાન કૂવામાં પડતાં અને માલગાડીની ટક્કરથી તેઓનું અકાળે મોત પણ નિપજે છે. ગઈ કાલે ગીરગઢડા તાલુકામાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બપોરના સમયે વાડીમાં આવેલા 80 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો. જોકે વન રક્ષકોની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ સિંહનું સહી સલામત રેસ્ક્યુ કરાયું હતું.

આમ પ્રાપ્ત વિગતો અનુસાર ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે પોપટભાઇ હિરપરાની વાડીમાં બપોરે 2 વાગ્યાના આસપાસ સિંહની ગર્જના સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે કૂવામાં તપાસ કરતાં એક સાવજ હોવાનું જાણવા મળ્યું હતું. પાણી ભરેલા કુવામાં સિંહ પોતાનો જીવ બચાવવા બખોલમાં ઘુસી ગયો હતો. જેથી પોપટભાઇએ જશાધાર રેન્જના અધિકારી ભરવાડને આ બાબતની જાણ કરી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમના પ્રતાપભાઇ ખુમાણ સહીતનો સ્ટાફ ખીલાવડ ગામે દોડી આવ્યો હતો.

આમ જે બાદ વન રક્ષકો દ્વારા બપોરના 2.15 થી સાંજના 5 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ બખોલમાં રહેલી સિંહને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા સિંહને સારવાર અર્થે તાત્કાલીક ધોરણે જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે હાલમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે નદી નાળા અને કૂવામાં પાણીની સપાટી ઉંચી હોવાથી વન્યપ્રાણી સુરક્ષિત રીતે શિકારની શોધમાં વાડી વિસ્તારમાં આવી ચડતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *