દુ:ખદ ઘટના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવેલ યુવતી નું કરુણ મોત.

ગય સાંજે અંદાજે ૭.૨૦ વાગ્યા ની આ ઘટના સામે આવેલી જોવા મળે છે. જેમાં અક્ષરધામ મેટ્રો સ્ટેશન ની છત પર એક યુવતી નજરે ચડેલી. જેને જોઈ ને CISF ના જવાનો પણ તેને જોતા રહી ગયા. જવાનો ના લાખ પ્રયાસો બાદ પણ યુવતી એ છત પર થી નીચે પટકાય ને મોત ને વ્હાલું કરી લીધું હતું.

યુવતી ને જોઈ ને જવાનો એ તાત્કાલિક તેને બચાવ ના પ્રયાસો હાથ ધરિયા હતા અને તે લોકો તરત જ યુવતી જ્યાંથી નીચે પડવાની હતી ત્યાં ચાદર લય ને ઉભા રય ગયા હતા. પણ જવાનો નો આ પ્રયાસ ખાસ એવો સફળ ના રહ્યો, યુવતી ને ત્યાર બાદ તાત્કાલિક લાલ બહાદુર હોસ્પીટલે લય જવામાં આવી હતી.

વધુ તપાસ માં બહાર અવિયું હતું કે મારનાર યુવતી વિકલાંગ હતી તે, ના તો કઈ બોલી શક્તિ કે ના તો કઈ સાંભળી શક્તિ. CISF ના જવાનો એ તેને બચાવવાના પોતાના પૂરતા પ્રયાસો કર્યા હતા પણ તે થોડેક અંશે સફળ થયા હતા. યુવતી ને હોસ્પીટલે લય ગયા બાદ બહાર અવિયું કે યુવતી ને પગ માં અને શરીર ના અન્ય ભાગો માં ઈજાઓ થય હતી. પરંતુ અંતે તો તે યુવતી મોડી રાત્રે હોસ્પિટલ માં મૃત્યુ પામી હતી.

વધુ તપાસ માં, બહાર અવિયું હતુ કે મૃત્યુ પામનાર યુવતી ના માતા-પિતા પણ અસ્થિર મગજ ના છે. યુવતી ના આ બનાવ અંગે ની જાણ તેના માતા-પિતા ને કરવામાં આવી હતી. ગુરુવાર સાંજ ની આ ઘટના માં જવાનો ના સારા એવા પ્રયાસો છતાં પણ તે યુવતી ને બચાવી શકવામાં માં સફળ ના રહ્યા.

આ ઘટના અંગે દિલ્હી પોલીસ ના એક ઉચ્ચ અધિકારી ના નિવેદન માં તેણે કહ્યું કે, CISF ના જવાનો એ તેને ગંભીર હાલત માં હોસ્પીટલે ખસેડયા બાદ ત્યાં સારવાર દરમિયાન તે યુવતી નું મોત નીપજ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.