રબને બનાદી જોડી ! 32 વર્ષની અપ્સરા જેવી અભિનેત્રી 52 વર્ષના પ્રોડ્યુસરના પ્રેમમાં પડી… લવ સ્ટોરી એવી કે તમે પણ વિશ્વાસ નહીં કરી સકો…
લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે. પરંતુ તે સાચા સમયે જ મળતી હોય છે. સાઉથના પ્રખ્યાત નિર્માતા રવીન્દ્ર ચંદ્રશેખર ને 1 સપ્ટેમ્બર 2022ના રોજ ગર્લફ્રેંડ અને સાઉથની પ્રખ્યાત અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ કપલના લગ્નની તસ્વીરો શેર થઈ હતી જેમાં બંને કપલ બહુ જ સુંદર લાગી રહ્યા હતા અને મહાલક્ષ્મી ના લૂકના બહુ જ વખાણ થઈ રહ્યા હતા.
આ લગ્ન બહુ જ ઓછા લોકોની સાથે અને ખાનગી રૂપથી કરવામાં આવ્યા હતા. મહાલક્ષ્મી અને રવીન્દ્ર ના લગ્ન તિરુપતિમાં થયા અને ચેન્નઈમાં ભવ્ય રિસેપશન પાર્ટી યોજાઇ હતી. લગ્ન પછી મહાલક્ષ્મી અને રવીન્દ્ર ની ઉમરને લઈને તેઓ બહુ જ ચર્ચામાં જોવા મળ્યા છે. મહાલ્ક્ષ્મીનો જન્મ 21 માર્ચ 1990 માં થયો છે અને તે 32 વર્ષની છે જ્યારે રવીન્દ્ર નો જન્મ 1 જૂન 1970 ના રોજ થયો છે અને તેમની ઉમર હાલમાં 52 વર્ષ છે આમ બંનેની ઉમરમાં 20 વર્ષનો તફાવત જોવા મળે છે. જો કે હાલના સમયમાં કોઈ ઉમરની મર્યાદા જોવા મળતી નથી .
હાલમાં જે ફોટો વાઇરલ થઈ રહ્યા છે તેમાં રવીન્દ્ર અને મહાલક્ષ્મી બંને હાથ પકડીને પારંપારિક જોડામાં જોવા મળી હતી. હાલમાં બંને એકબીજાથી બહુ જ ખુશ છે તે સ્પસ્ત જોવા મળે છે. 1 સપ્ટેમ્બર ના રોજ મહાલક્ષ્મી એ પોતાના લગ્નની રસમો અને એકબીજા પોજ કરી રહ્યા હોય તે તસ્વીરો શેર કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણકારી મળી કે બંનેની પહેલી મુલાકાત ‘વિડિયુમ વરઈ કથિરૂ’ ફિલ્મ દ્દરમિયાન થઈ હતી અને તે સમયે બંને વચ્ચે નજીકતા વધી હતી.અને આજે તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા.
આપણે એવા ઘણા કપલો જોયા છે જે ઉમરના તફાવત હોવા છ્તા તેઓ લગ્ન કરીને સુખી જીવન જીવી રહ્યા છે. અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. તમને જણાવી દઈએ કે મહાલ્ક્ષ્મીના પહેલા લગ્ન અનિલ સાથે કર્યા હતા અને તેને એક પુત્ર પણ છે પરતું 2019 ની સાલમા તેના પતિ સાથે તેણે છૂટાછેડા લઈ લીધા છે અને થોડા સમય થી તે સિંગલ લાઈફ જીવી રહી હતી.અને ત્યાર પછી તેણે રવીન્દ્ર સાથે લગન કર્યા છે.હાલમાં મહાલક્ષ્મી અને રવીન્દ્ર ચંદ્રશેખર નવું જીવન માણી રહ્યા છે.
રવીન્દ્ર ચંદર્શેખરની વાત કરીએ તો તેઓ તમિલ ફીલ્મોના જાણીતા નિર્માતા અને દિગ્દર્શ્ક છે. તેમણે 2013 ની સાલમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યું છે જેનું નામ તુલા પ્રોડકશન છે. જેના હેઠળ તેમણે અનેક હિટ ફિલ્મો બનાવી છે. મહાલક્ષ્મી હવે તમિલ ફિલ્મોમાં કામ કરી રહી છે. આ સિવાય મહાલક્ષ્મી વાણી રાની, ચેલલમય, ઓફિસ, અરસી, થિરું મંગલમ, યામિરુક્કા બાયમેન અને કેલાડી કાનમાની જેવી સિર્યલોમાં પણ કામ કરી ચૂકી છે. તે સમયે જ રવિન્દ્રે નલનમ નંદીનીયમ, સુત્તા કઢાઈ, નટપુના એનનનું થેરીયુમાં અને મુરૂગકાઈ ચિપ્સ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.