રબને બના દી જોડી ! ૩ ફૂટના યુવકને મળી તેની જીવન સાથી અને કર્યા લગ્ન, કન્યા પણ…
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં નીચી હાઈટ વાળા બે પ્રેમી પંખીડા લગ્નના બંધનમાં બંધાતા જોવા માળી રહ્યા છે. આ લગ્ન જોવા લોકો ની ખુબજ ભીડ ઉમટી પડી હતી. હાલ અખા જીલ્લામાં લગ્નની ખુબજ ચર્ચા ચાલી રહી છે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ અનોખા લગ્ન સીતામઢીના પુનૌરધામમાથી સામે આવી રહ્યા છે. આમ આ અનોખા લગ્નમાં કન્યા સીતામઢીના લોહિયાનગરની પૂજા (21) છે. જ્યારે વરરાજા યોગેન્દ્ર ડુમરા બ્લોકના રામપુર પરોરી ગામનો રહેવાસી છે. બંનેએ પુનૌરધામમાં ધામધૂમથી લગ્ન કર્યા છે. આ લગ્ન જોઈ લોકોએ કહ્યું કી જોડીઓ તો સ્વર્ગમાજ બને તેમજ ભગવાને દરેક માટે એક જીવન સાથી બનાવેલોજ હોઈ છે તેમજ હાલ સોશિયલ મીડિયા પર લોકો આ નવવિવાહિત કપલને અભિનંદન આપી રહ્યા છે. લગ્નમાં વરરાજા અને કન્યાના પરિવારના સભ્યો પણ જોડાયા હતા.
3 ફૂટની દુલ્હન પૂજાને પણ પોતાના માટે વર પસંદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે 32 વર્ષીય યોગેન્દ્ર પણ લાંબા સમયથી પોતાના જીવનસાથીની શોધમાં હતો. તમને જણાવીએ તો યોગેન્દ્ર અને પૂજાના નાના કદના કારણે બંનેના પરિવારજનો લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતા. બંનેની વધતી ઉંમર સાથે પરિવારના સભ્યોની ચિંતાઓ પણ વધી રહી હતી. તેમજ આ બંનેના પરિવારજનો પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.
આમ આ લગ્નમાં બંનેના પરિવાર અને સંબંધીઓ ઉપરાંત 100થી વધુ લોકોએ હાજરી આપી હતી. વર યોગેન્દ્ર અને કન્યા પૂજા પણ લગ્નથી ખૂબ જ ખુશ છે. છેવટે ભગવાને બંનેની જોડી બનાવી જ દીધી. વરરાજા યોગેન્દ્રએ પંચાયત ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે તેમાં તેણે કોઈ પણ જાતની સફળતા મળી નોતી. આમ યુવતીની વિદાય બાદ બંને ખુશીથી પોતાના ઘરે ગયા. આ લગ્ન હવે ચર્ચાનો વિષય બની ગયા છે. આ અનોખા લગ્નનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો બંનેના લગ્નના વીડિયો અને ફોટો ખૂબ જ રસથી જોઈ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો