ગોધરાનુ નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ચમક્યુ:શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ 14 મિનિટમાં 8

મિત્રો જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની એક અલગ ઓળખ, અલગ ટેવ, અલગ રુચિ વગેરે અલગ અલગ જોવા મળતું હોઈ છે. તેમજ વાત કરીએ તો અમુક લોકો પાસે અલગ અલગ સ્કિલ્સ એટલે કે અલગ કળા જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે વાત કરીએ તો હાલમાંજ ગુજરાતના ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ 14 મિનિટમાં 8 ક્રાન્તિવીરોના પોર્ટ્રેટ્સ બનાવી ઇતિહાસ સર્જ્યો. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ મનોરથ ટેનામેન્ટમાં રહેતી અને શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ટી.વાય.બીએસસી માઇક્રોબાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી ભૂમિ પરમારે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. જેમાં તેણે આઠ પોર્ટ્રેટ્સ 14 મિનિટમાં તૈયાર કરી ઈતિહાસ સર્જ્યો હતો. જેમાં ઘઉંનો લોટ, ફેવીકોલ અને બ્લેક પેપરમાંથી તૈયાર કરવામાં આવેલ 8 પોર્ટ્રેટ્સ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. 8 પોર્ટ્રેટને બનાવવા માટે બ્લેક પેપર પર ફેવીકોલથી ચિત્ર બનાવી તેના ઉપર ઘઉંનો લોટ, ઉપયોગ કરીને સુંદર 8 ક્રાંતિવીરોના પોર્ટ્રેટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

આમ ગોધરાની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ભૂમિ પરમારે આઠ ક્રાંતિવીરોના પોર્ટ્રેટ્સ બનાવવા માટે સતત દસ દિવસ સુધી સખત મહેનત કરી હતી. જેમાં તેણે પોર્ટ્રેટ્સ બનાવતી વખતે જે ફેવીકોલના પોઈન્ટ દ્વારા નાની આંખ જેવી વસ્તુ બનાવી ખૂબજ મુશ્કેલ હોય તે છતા પણ સતત પ્રયાસો કર્યા બાદ તા. 9/8/2022ના રોજ 14 મિનિટમાં આઠ ક્રાંતિવીરોના ચિત્રો તૈયાર કર્યા હતા.

તેમજ ભૂમિ પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પોર્ટ્રેટ્સ બનાવવાની પ્રેરણા યુટ્યૂબના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી. જેમાં એક છોકરી ત્રણ મિનિટમાં એક પોર્ટ્રેટ્સ બનાવ્યું હતું. જેથી મેં વિચાર્યું કે આ પોર્ટ્રેટ્સ હું બે મિનિટમાં બનાવી શકું છું, માટે આઠ ચિત્રો દોરવા માટે મને 16 મિનિટનો સમય લાગશે. પરંતુ 16 મિનિટની જગ્યાએ મેં આઠ પોર્ટ્રેટ્સ 14 મિનિટમાં તૈયાર કરી દીધા હતા અને મને આ પોર્ટ્રેટ્સ બનાવવા માટે મારી મમ્મી અને પપ્પાએ ખૂબજ સાથ અને સહકાર આપ્યો હતો. ભણવાની સાથે સાથે મને રમત ગમતમાં પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. વધુમાં ભૂમિએ જણાવ્યું હતું કે હવે મારે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મારું નામ નોંધાવુ છે અને તેમાં પણ હું સ્થાન પ્રાપ્ત કરું તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને મહેનત કરવાથી કોઈપણ વસ્તુ હાસિલ કરી શકાય છે અને એ મેં જોયું છે જાણ્યું છે અને દેખ્યું પણ છે.

આમ આ સાથેજ ક્રાંતિવીરોના આઠ પોર્ટ્રેટ્સ બનાવના ભૂમિ પરમારના પિતા સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, મારી દીકરી ભૂમિ બચપણથી અવનવું કરવાની મહેચ્છા ધરાવે છે અને એ જે કામ કરે છે તેમાં પૂરેપૂરી મહેનત લગાવે છે. સાયન્સની વિદ્યાર્થીની હોવા છતાં પણ ડ્રોઇંગની અંદર તેના ચિત્રો અને અક્ષરો પ્રોજેક્ટ વગેરે ખરેખર પ્રશંસનીય છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આઠક્રાંતિવીરોના પોર્ટ્રેટ્સ દોરીને જે રેકોર્ડ બનાવ્યો છે તે અમારા માટે ગૌરવની બાબત છે. ભૂમિએ વિવિધ પ્રકારના સ્પર્ધાઓ ભાગ લઈ ઘણા બધા સર્ટિફિકેટ પણ મેળવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.