15 દીવસ મા સોના ના ભાવ મા આટલો ઘટાડો થયો ! સોનુ ખરીદવા ઈચ્છતા હો તો ફટાફટ જાણી લો ભાવ…

લોકો તેમના જીવનમાં એક વાર તો સોનું ખરીદતાજ હોઈ છે પછી તે કોઈ ગરીબ હોઈ કે અમીર લોકો સોનાને ખુબજ પસંદ કરે છે તેનો ભાવ ઉચો હોવા છતાં ખરીદવા વાળા સોનું ખરીદતા હોઈ છે તેમજ જયારે ગરીબ લોકો પાસે એટલો પૈસા હોતા નથી કે તે વારે વારે સોનું ખરીદે પરંતુ તે પણ ખુબજ મહેનત કરી પૈસા ભેગા કરી સોનું ખરીદતા હોઈ છે તેવામાં આ ગરીબ લોકો માટે સોનાને લઇ એક સારા સમાચાર આવી રહ્યા છે જેમાં સોનાનો ભાવ માં ઘટાડો થયો છે.

મે મહિનાના છેલ્લા દિવસે જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ 51,125 રૂપિયા પર અટક્યો હતો. તે જ સમયે, બીજા દિવસે એટલે કે જૂનની શરૂઆતમાં, તેની કિંમત 50,606 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટક્યો હતો. જ્યાં શેરબજારોમાં ડાઉનટ્રેન્ડ ચાલુ છે. તેવામાં આવી સ્થિતિમાં સલામત રોકાણ માટે લોકોનો ટ્રેન્ડ ફરીથી સોના તરફ વધી રહ્યો છે. દરમિયાન, સોનું બજારમાં અસ્થિરતા તરીકે જોવા મળી રહ્યું છે અને હવે તે પહેલા કરતા સસ્તું મળી રહ્યું છે.

તો વળી છેલ્લા 15 દિવસમાં સોનાનો ભાવ ૩ જુને ૫૧,455 રૂપિયા હતો ત્યારે ૧૦ જુને તે ઘટીને ૫૧૦૦ થી પણ નીચે આવી ગયો અને ૫૦,૯૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઇ ગયો હતો. અને જ્યારે ૧૩ જુને માર્કેટ ખુલ્યું તો સોનાનાં ભાવમાં ફરીથી તેજી જોવા મળી હતી. તે ૫૧,૪૩૫ રૂપિયા પહોચી ગયો હતો. અને પછી આવતા દિવસે એટલેકે ૧૪ જુને ભાવ ઘટીને ૫૦.૬૪૭ રૂપિયા થઇ ગયો હતો.

આમ જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો રોકાણ માટે આ ખુબજ સારો મોકો છે લગ્નનો માહોલ પણ ચાલી રહ્યો છે તે હિસાબે પણ તમે સોનાની ખરીદી અત્યારે કરી શકો છો કારણકે સોનાના ભાવ ખુબજ ઓછા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *