ગોંડલ : બગીચા મા હીચકા ખાતા ખાતા 14 વર્ષ ના બાળક નો જીવ વયો ગયો , માતાઓ માટે ચેતવણીરુપ કીસ્સો..

હાલ દેશમાં અને રાજ્યમમાં છેલ્લા ઘણા સમય થી અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે અને ઘાયલ લોકો ઘટના સ્થળેજ મૃત્યુ થતા હોઈ છે અથવા તો ઘણી વાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ ઘણી વાર મૃત્યુ થતા જોવા મળતા હોઈ છે જે પછી તેમના પરિવારમાં દુઃખનો માહોલ થવા પામે છે તેવીજ રીતિ એક નાની બેદરકારી અને ધ્યાન ના અભાવને કારણે ગઈ કાલે એક નાના બાળકની અકસ્માતમાં દુઃખદ મોત થયું.

આ ઘટના ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિહજી ગાર્ડનમાં વેકેશનના અંતિમ દિવસોમાં ભૂલકાઓ અને કિશોરો હીચકા-લપસ્યા ની મજા માણવા આવે છે આ દરમિયાન મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારનો ૧૫ વર્ષીય કિશોર ગઈકાલે અકસ્માતે ઝૂલે ઝુલતા પડી ગયો હતો. અને તેને ખુબજ ઇઝા થતા તરતજ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેની તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. આમ એકનો એક દીકરો ખોઈ બેસતા માતા પીતા સહીત પરિવારમાં ખુબજ ગમનો માહોલ છવાઈ ગયો હતો.

શહેરનાં મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્જિદની બાજુમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા ઈમ્તિયાઝ્ભાઈ દોઢીયાનો એક નો એક પુત્ર જેની ઉમર ૧૫ વર્ષ હતી તેનું નામ મહમદહુસેન મિત્ર સાથે ભગવતસિહજી ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે ગયો હતો અને ત્યાજ તે દરમિયાન તે ઝૂલે ઝુલતા લપસીને પડતા તેને ગંભીર ઇઝાઓ થતા તરતજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાજ તબીબોની તપાસ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો . તે પછી પરિવારને આ વાત સાંભળી ખુબજ આઘાત લાગ્યો હતો.

આં આ ઘટના બાદ પિતાએ જણાવ્યું કે હજી તો ગઈ કાલે તેનું એડમીશન કરવા ગયા હતા અમે બંને  અને એ કહેતો હતો કે પપ્પા મને અંગ્રેજી માં સહી કરતા આવડે છે અને પછી તેને અંગ્રેજી માં સહી કરીને એડમીશન મેળવ્યું હતું અને સોમવાર થી સ્કુલ પણ ચાલુ થવાની હતી જોકે ૨ દિવસની રજા હોવાથી તે ગાર્ડનમાં તેના મિત્ર સાથે ઝૂલા ઝૂલવા ગયો અને ત્યાં તેની આ દુખદ ઘટના બનતા હોસ્પિટલ લઇ જવો પડ્યો પછી તબીબો દ્વારા જે સાંભળવા મળ્યું તે સાંભળી મારી આંખના આંસુ ઉભા નથી રેતા. આ અકસ્માત બાદ નગરપાલિકા દ્વારા બધાજ હીચકાઓ કાઢી નાખવામાં આવ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *