ગોંડલ: ગોઝારું અકસ્માત સર્જાતા યુવાનનું થયું કમકમાટી ભર્યું મોત! થયું એવુ કે ચાર રસ્તા… જાણો

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતની ઘટના ગોંડલના ગુંદાળા ચોકડી પાસેથી સામે આવી છે જ્યા આ ગંભીર અકસ્માત બન્યો હતો. ત્યાં બે દિવસ પેલા રાત્રીના એક્ટિવા અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક્ટિવા સવાર રવિભાઈ જેન્તીભાઈ વાજા (ઉ.વ. 34) ને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આમ જ્યાં ડોક્ટરે યુવાન બચી શકે તેમ ન હોવાનું કહીને ઘરે લઈ જવાનું કહેતાં પરિવારના સભ્યો દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સ મારફત યુવાનને ઘરે લઈ જતી વેળા રસ્તામાં યુવાનની તબિયત વધુ બગડતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે લઈ જવાતા હોસ્પિટલના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરતા પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં મૃતદેહને પી.એમ માટે સિવિલ ખસેડાયો હતો.

તમને જણાવીએ તો મૃત પામનાર યુવક મોવિયા ગોવિંદનગર બસસ્ટેન્ડ પાસે રહેતો હતો. પરિવારમાં બે ભાઈમાં મોટો હતો. મુખી પંપ પાસે ટીનિંગનો વ્યવસાય કરતો હતો અને પરિવારનો આધાર સ્તંભ હતો. યુવાનના 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 4 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા અને આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પરિવારમાં તથા સમગ્ર ગામમાં કલ્પાંત સર્જાયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *