ગોંડલ ચોકડી પાસે ભયંકર અકસ્માત મા પટેલ યુવાન નુ કમકમાટી ભર્યુ મોત થયું ! નવી નકોર કાર નો ભુક્કો બોલી ગયો અને આખા ગામમા માતમ છવાયો…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
અકસ્માતની આ ધ્રુજાવી દેતી ઘટના ગોંડલ રાજકોટ હાઇવે પાસેથી સામે આવી રહી છે. જ્યા મૂળ કોઠારીયાનો અને રાજકોટ શહેરબના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે કરતા 22 વર્ષીય હર્ષ ભરતભાઈ ભાલાળા ટાટા હેરિયર કાર લઈને ગોંડલ તરફ આવી રહયા હતા. ત્યારે ભુવાણા ચોકડી પાસે એક ટ્રક સાથે અકસ્માત થતા પરિવારના એકના એક યુવકનું મોત થયું છે.
તેમજ આ અકસ્માતમાં એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામ આવી હતી જ્યા સારવાર દરમિયાન યુવતીનું પણ મોટ નીપજ્યું હતું. આમ જ્યારે આ બનાવની જાણ હર્ષના પરિવારને થતા તેના પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ જે બાદ તેઓ તરતજ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગેની વધુ તપાસ તાલુકા પોલીસના જમાદાર એએસઆઈ બીએમ જાડેજાએ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો