ગોંડલ: દિવ્યાંગ બાળકો માટે ઘર બનાવી ખજૂરભાઈએ ફરી એકવાર માનવત મહેકાવી, માજીએ આવીને કહ્યું મારા 9…
જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં અમુક એવા પણ લોકો હોઈ છે જે લોકોની મદદ માટે ભગવાન બની આવી પડતા હોઈ છે. ઘણી વખત જો કોઈ વ્યક્તિ અમુક ખુબજ અઘરી મુશ્કેલીમાં પડી હતો હોઈ છે ત્યારે તેની મદદ કરવા માટે ભગવાન બની લોકો આવી પહોંચતા હોઈ છે. આ દુનિયામાં પૈસા તો ઘણા લોકો પાસે છે, પણ એને આપવાનું કાળજું અમુક લોકો પાસે જ હોય છે, એમાંથી એક એટલે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ. ચાલો તમને તેના નવા એક મદદના કાર્યને જણાવીએ જાણીને તમારી આંખો માંથી પણ આંશુ સરી પડશે. આવો તમને તેના નવા સેવાકીય કાર્ય વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો નીતિનભાઈ જાની હાલમાંજ ગોંડલ શહેરમાં 9 મનોદીવ્યાંગ છોકરાઓની વ્હારે પહોંચ્યા હત. આ બધાજ બાળકોને તેમના માતા પિતા બાંધીને રાખે છે. કારણે કે તેઓને સમજણ ઓછી હોઈ છે તેને સમાજ તથા તેના વિષે કોઈ પણ બાબતનું જ્ઞાન હોતું નથી ઉપર થી તેઓ જ્યા રહે છે ત્યાં પાછળના ભાગે રેલવે લાઈન તેમજ તેના આગળ ભાગમાં હાઇવે પડે છે. તેથી આ બાળકોના માતા પિતાને ભાડાંજ બાળકોને બાંધી રાખવા મજબુર થઇ ગયા છે.
જણાવીએ તો આ માતા પિતા માંથી આ બાળકોની માતા નીતિનભાઈ જાનીને કાર્યક્રમમાં મળ્યા અને કહ્યું કે કહ્યુ હતું કે, મારા 9 ગાંડાને તમારી મદદની જરૂર છે. બસ આટલુ સાંભળીને ખજૂરભાઈ મદદે દોડી આવ્યા હતા. આમ જેથી નીતિનભાઈ જાની પરિવારની મદદ માટે ગોંડલ આવી પહોંચ્યા હતા. સાથે સાથે ગોંડલ નગરજનોને પણ આ સતકાર્યમાં જોડાવા અપીલ કરી હતી.તેમજ આ સાથે નીતિન જાનીએ જણાવ્યું હતું કે, અમે આ 228 મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે માથા પર ઘરનું છાપરુ હોવું ખૂબ જ જરૂરી છે.
આમ નીતિનભાઈ જાનીએ મકાન બનાવવાની તમામ સામગ્રી પણ પુરી પાડી હતી આ સાથે જ તેઓ મકાન બનાવવાની કામગીરીમાં પણ જોડાયા હતા. તેમજ વધુમાં નીતિન જાનીએ વધુમાં કહ્યું કે, હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છું. અહિયાં એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોના મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઈસુ. રાત-દિવસ કામ કરીશુ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો