13 વર્ષ ની સગીરા એ બાળકી ને જન્મ આપ્યો ! દુષ્કર્મ કરનાર બીજુ કોઈ નહી પણ પોતાના જ..

અત્યારે માનવ જિંદગીમાં કોઈ જ ભરોસો જોવા મળતો નથી, અને કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ કરી શકતા નથી, એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશનો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુરના કોહિવાવ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અને તેમાં આદિવાસી પરિવારમાં એક 13 વર્ષની માસૂમ બાળકી ઉપર તેના જ મોટા બાપુએ દુષ્કર્મ આચર્યું હતું. અને આ માત્ર 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરતા જ તે બાળકી ગર્ભવતી બની ગઈ હતી.

મધ્યપ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામા આ યુવતીના પિતા ગુજરી ગયા હોવાથી તેની માતાએ બીજે લગ્ન કરી લીધા હતા અને તે પોતાના દાદા અને બા સાથે રહેતી હતી. આ પરિવારની જ એક 13 વર્ષની દિકરી એક દિવસ હાથમાં માત્ર એક રોટલી લઈને ઉભી રહી હતી, અને તે જ વખતે તેના મોટા બાપુ રમેશ જેને દાળ અને શાક ની લાલચ આપી હતી અને તે ત્યાં તેના મોટા બાપુ પાસે દાળ અને શાક લેવા માટે ગઈ અને એની ઉપર તેના મોટા બાપુએ તેના ઉપર ખરાબ નજર બગાડી હતી અને ત્યારપછી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ માસૂમ બાળકીની વાત કરીએ તો તેના પિતાનું સાત વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. અને ત્યારબાદ જ્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું અને તેની માતાએ બીજે લગ્ન કરી લીધા, પિતાના અવસાન પછી માતા બીજું ઘર કરી લેતા તે પણ ત્યાંથી ચાલી ગઇ હતી, અને તે દીકરી અનાથ થઈ ગઈ હોય તેવી હાલતમાં તેના દાદા-દાદી સાથે રહેવા લાગી. એક દિવસ તે બાળકીને લાગમાં લઈને તેના મોટા બાપુને તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આમ દુષ્કર્મ આચરતા જ તે બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી.

અને સમય જતાં બાળકે ગર્ભવતી થવાની સમગ્ર પરિવારને થઈ હતી અને તેના આધારે જ તેમને સમગ્ર તપાસ કરાવડાવી હતી અને પોલીસને પણ તેની જાણ કરી હતી, આમ અલીરાજપુરના આઝાદ નગર થાણામાં પોલીસમાં ફરિયાદ કરતા જ તેમને આ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર તેમના મોટા બાપુ રમેશને પકડી પાડ્યો હતો. આમ પોલીસે તેને પકડતા જ જેલભેગો કરી લીધો હતો અને તે બાળકીએ એકદમ સુંદર અને તંદુરસ્ત એક બાળકીને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *