ભલભલા ગુંડાઓ ધૃજે છે આ ગુજરાતી IPS ઓફીસરથી એક સયમે શાળા મા છેલ્લી બેંચે બેસતા અને ધોરણ 10 મા માત્ર 58%

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ એક યુવક વિશે જણાવીશું જી ખુબજ ગરીબ પરિવારમાંથી જન્મ લીધો હતો અને આજે છે IPSથી થર થર ધ્રુજે છે આતંકીઓ, નોકરી કરતાં કરતાં PSC પાસ કરી છે. તમને તેની સફળતાની સ્ટોરી સાંભળી 100% ગમશે. આવો તમને વિગતે જણાવીએ.

ગુજરાતી IPS અધિકારી ઘ્રુમન નીંબાળે જણાવે છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ. હું મોટેભાગે છેલ્લી બેચ પર બેસનાર વિદ્યાર્થી. ભણવામાં પણ એવરેજ વિદ્યાર્થી જ ગણી શકાય. 58% સાથે એસએસસી પાસ કર્યું હતું. પણ આ બધું મને મારી મંઝિલ સુધી પહોંચતા રોકી ન શક્યું. તેમજ વધુમાં જણાવ્યું કે નોકરી કરતાં-કરતાં ચોથા પ્રયાસે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને 2010માં IPS તરીકે પંજાબ કેડરમાં જોડાયો. આજે હું નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીમાં એસ.પી. તરીકે જોડાયો છું. NIA ત્રાસવાદી અને આતંકવાદી વિરોધી કેસની તપાસ કરતી પ્રીમિયર સંસ્થા છે. હું દાહોદનો કેન્દ્રીય સિવિલ સર્વિસ પાસ કરનાર પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છું.’

વાત કરીએ તો તેઓ NIAમાં એસ.પી. તરીકે જોડાયા છે. 2010થી તેઓ પંજાબમાં ફરજ બજાવતા હતા. પંજાબમાં શ્રી મુખસર સાહેબ, હોશિયારપુર, મોગા, તરન તારણ જિલ્લામાં એસએસપી તરીકે કામ કર્યું છે. પંજાબ એટીએસમાં સવા બે વર્ષ સુધી ઉત્તમ કામગીરી કરી હતી જે NIAમાં હાલની પસંદગી પાછળ મહત્વનું કારણ બની છે. પંજાબ પસંદ કરવાનું ખાસ કારણ આતંકવાદનો પંજાબમાંથી બહાદુરીપૂર્વક ખાતમો કરનાર કેપીએસ ગીલનો પ્રભાવ હતો.

વાત કરીએ તો કોમરેડ બલવીંદર સિંઘ, એમના પત્ની, ભાઈ અને ભાભી એમ ચાર જણને આતંકવાદની સામે લડાઈ લડવા માટે શોર્ય ચક્ર મળેલો જે દેશમાં એકમાત્ર કિસ્સો છે. તેમજ તેઓ પંજાબના તરણતારણ જિલ્લામાં એસ.એસ.પી. હતા ત્યારે કોમરેડ બલવીંદર સિંઘની નાગરિક તરીકે આતંકવાદીઓ વિરુદ્ધ કામ કરવા માટે “શોર્ય ચક્ર” મળ્યો હતો. આતંકવાદીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ સાથે વાત કરીએ તો ટોટલ બ્લાઇન્ડ મર્ડર હતું અને કોઈ લીડ ન હતી. 3200 કરતાં વધારે સીસીટીવી કેમેરા જે ભિખીવિંડ (તરણ તારણ)થી લુધિયાણા સુઘી 143 કિમીના રૂટ પર ફેલાયેલા હતા એના દ્વારા આરોપીઓને આઠ દિવસમાં ઓળખી, 12 દિવસમાં પકડી લીધા હતા. આ કેસ પછી NIA ને સોંપવામાં આવ્યો હતો જેમણે તપાસને વખાણી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *