ગરબાપ્રેમીઓ માટે સારા સમાચાર ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત, કહ્યું કે આ જિલ્લાઓમાં…
હાલ હવે ચોમાસાની ઋતુના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને આને ઘણા રાજ્યોમાં તો વરસાદની સીઝન પણ પુરી થઈ ગઈ છે. આમ હવે ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે. આવી તમને વરસાદને લગતી હવામાન વિભાગની પુરી આગાહી જણાવીએ.
આમ હાલ ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે. જોકે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે. ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે.
આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં સુરત, અમરેલી, બોટાદ, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજુલાના છતડીયા કડીયાળી, હિંડોરાણા વડ સહિતના ગામડાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી ચોમાસું પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
તેમજ આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એક બાજુ સુરતમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો કરાયા છે ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઇને નવરાત્રીનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. તેમજ ભરૂચ શહેરના કોલેજ રોડ, શક્તિનાથ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ત્રીજા નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું ખાબક્યું હતું. વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.