ગોવિંદ ધોળકિયા ના ઘરે પૌત્રી નો જન્મ થતા ગોવિંદ ધોળકિયા એ કરી એવી ઉજવણી કે સમાજ માટે એક ઉત્તમ કાર્ય.
સુરત ના જાણીતા ઉદ્યોગ પતિ એવા ગોવિંદ ધોળકિયા ગુજરાત માં અને વિદેશ માં પણ પોતાના સેવા ના કાર્ય માટે જાણીતા છે.ગોવિંદ ધોળકિયા જેને હાલમાં જ ૩૧૧-હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ તથા પોતાના વતન દુધાળા માં વ્યક્તિદીઠ પૈસા આપીયા હતા.લીવર ટ્રાન્સપ્લેટ થતા કિરણ હોસ્પિટલ ને ૧-કરોડ નું દાન આપેલ.
સમાજ આજે ૨૧-મી સદી માંથી પસાર થાય રહયો છે અને તેમાં પણ ખાસ કરીને સ્રી-ભ્રૂણહત્યા,બાળકી ને ઘર માંથી તરછોડી દેવી જેવા કુરિવાજો આજે પણ જોવા મળે છે.છતાં આજે એવા ઘણા પરિવારો છે જે દીકરા ના જન્મ ના બદલે દિકરી ના જન્મ ની રાહે હોય છે અને તે લોકો દિકરી ના જન્મ થતા જ તેને વધાવી લેતા હોય છે.
રામનવમી ના પાવન અવસર પર ગોવિંદ ધોળકિયા ના પુત્ર શ્રેયાંશ ધોળકિયા ના ઘરે દિકરી નો જન્મ થતા પરિવાર માં ખુબ ખુશી નો માહોલ જોવા મળીયો હતો.આ ખુશી ના માહોલ ને અનોખા અંદાજ માં ઉજવણી કરવામાં આવી અને એક ગોવિંદ ધોળકિયા ની પર્સનલ વેનિટી વાન ના સફેદ રંગ ને એક જ દિવસ માં ગુલાબી રંગ માં ફેરવવામાં આવી અને તેના પર it’s a girl child નો મેસેજ લખીને હોસ્પીટલ થી લય ને તેને આખા શહેર માં ફેરવવામાં આવી હતી.
વધુમાં ગોવિંદ ધોળકિયા એ જણાવ્યું હતું કે તેના પરિવાર માં આસરે ચાર દાયકા બાદ પુત્રી નો જન્મ થયો.તેણે જણાવ્યું કે આજના સમય માં દિકરી ના જન્મ થી નિરાશ થતા લોકો ને માટે આ એક સંદેશ આપવા માટે આ એક પ્રયોગ કરીયો હતો. ગોવિંદભાઈ નો અખો પરિવાર ૧૭-સભ્યો નો છે જેમાં તેમની પાસે રોયલ રોય્સ,ફેરારી,બીએમડબલ્યુ જેવી લક્સરીયસ કાર પણ સામેલ છે.સુરત ના આ પરિવારે પોતાની દિકરી ને આવકારવા માટે તેને બસ માં આખા સુરત માં ફેરવી અને બાદ માં ઘરે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
View this post on Instagram