પોતાના વનત દુધાળા ગામ માટે ગોવિંદભાઈ ધોળકિયા એ નિર્ણય લીધો કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે ! ગુજરાત નુ એવુ પ્રથમ ગામ બનશે કે

આજકાલ સોલાર સીસ્ટમ વિશે કોણ નથી જાણતું. દરેકની એવી ઇચ્છા હોય છે કે ઘરમાં સોલાર લગાવી અને વીજળી અને વીજ બીલ બંનેનો બચાવ કરીએ પણ ઘણા લોકો પાસે એવી આર્થીક સ્થિતિ નથી હોતી તો ઘણા લોકો કેવી રીતે લગાવવું અને સબસીડીથી માહિતગાર નથી હોતા. પણ આજે ગુજરાતમાંથી એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ તેમના ગામ તેમના વતનમાં એક અનોખી ભેટ આપી અને જે જોઈ સમસ્ત દુધાળા ગામ ખુશખુશાલ બની ગયું છે.

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતન અમરેલી જિલ્લામાં આવેલા દુધાળા ગામમાં ઘરે ઘરે સોલર ફિટિંગ કરાવી આપવાની અનોખી ભેટ આપવામાં આવી છે. જેની 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જલ્દી જ આખું ગામ સોલર સિસ્ટમથી સજ્જ બની જશે. તમને જણાવી દઈએ કે આ કામગીરી જયારે સંપૂર્ણ પૂરી થઈ જશે ત્યારે આ ગામ ફક્ત ગુજરાતનું જ નહીં પણ આખા ભારતનું એવું પહેલું ગામ બનશે જે સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ હશે.

આ ગામમાં 310 જેટલાં મકાનો આવેલાં છે જેમાં દરેક મકાનોમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સ્વખર્ચે સોલાર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે જેની કામગીરી 50% પૂરી પણ થઈ ગઈ છે. આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા તરફથી ફિટ થઇ રહી છે અને જેનો ફાયદો સમસ્ત ગામને 25 વર્ષ સુધી મળશે. હાલ ગામમાં 50% કામગીરી પૂર્ણ થઈ છે અને આવનાર દોઢ મહિનામાં સંપૂર્ણ ગામમાં સોલાર સીસ્ટમ લાગી જશે અને આખું ગામ સોલર સિસ્ટમથી સજ્જ બની જશે.

જો કે આ વિચાર ગોવિંદભાઈ ધોળકિયાને એટલા માટે આવ્યો કે હાલ જ એમને લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવ્યું હતું અને આ ઓપરેશન બાદ એમને એક નવું જીવન મળ્યું હતું અને બસ એ નવા જીવનની શરૂઆત લોકોની મદદ કરીને કરવા માંગતા હતા. એટલા માટે એમને પોતાના વતન અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામમાં સ્વખર્ચે દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે. જેથી ગામના લોકો વીજળી અને વીજ બીલ બંનેનો બચાવ કરે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *