ગોવિંદભાઈ પટેલ ના જન્મ દિવસ ની એવી રીતે ઉજવણી કરાઈ કે લોકો વખાણ કરતા થાકી ગયા ! 22 કાર મા…
જેમ તમે જાણોજ છો કે લોકો પોતાનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવતા હોઈ છે. વધારે પડતા લોકો કેક કાપીને પોતાનો જન્મ દિવસ ઉજવતા હોઈ છે. તેમજ ઘણા લોકો ઘરે મોટી પાર્ટી રાખતા હોઈ છે. ખાસ કરીને વાત કરીએ તો ધનવાન લોકોનો જન્મ દિવસ ખુબજ અલગ અને ખાસ જીવા મળતો હોઈ છે જેમાં તે ખુબજ ખર્ચો કર્તા હોઈ છે પરંતુ હાલ એક એક રાજકોટનો કિસ્સો ખુબજ ચર્ચનો વિષય બન્યો છે જેમાં એક દિવસના ‘VIP’ રાજકોટમાં સ્લમ વિસ્તારના બાળકોએ મોંઘીદાટ ગાડીઓમાં સફર માણી. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ (MLA)ના જન્મદિવસની તેમના સમર્થકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરના ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયા એ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં ધારાસભ્યના જન્મ દિવસ પ્રસંગે તેમણે ગરીબ બાળકોને મોંઘાદાટ ગાડીઓમાં મુસાફરી કરાવી હતી. નવાઈની વાત એ છે કે આ કાફલામાં 22 જેટલી લક્ઝુરીયસ કાર રાખવામાં આવી હતી. આ તમામ કાર કાળા રંગની હતી. કાળા રંગની કાર રાખવા પાછળનું કારણ જણઆવતા ધારાસભ્ય કહ્યુ હતું કે બ્લેક કલરની લક્ઝુરીયસ કારમાં ફરવું એ દરેકની ઈચ્છા હોય છે.
આમ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઓફીસ નજીકથી લક્ઝુરિયસ કારના વીઆઈપી કાફલને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ફ્લેગ ઓફ આપી રવાના કર્યો હતો. આ લક્ઝુરીય કારમાં ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિતની કારનો સમાવેશ કરાયો હતો. આ કાફલો જયારે રાજકોટ શહેરમાથી પસાર થયો ત્યારે લોકોની નજર બસ બધીજ લક્ઝયુરિયસ કર પર હતી જેના પર સ્લમ વિસ્તારના લોકો સનરૂફ પર હતાં અને બહારનો નજારો માણી રહયા હતાં.
જેમ તમે જાણોજ છો કે સામાન્ય રીતે વીઆઈપી લોકો વીઆઈપી કારના કાફલા સાથે શહેરમાં ફરતા હોય છે. ત્યારે તેમને જોઈને ગરીબ બાળકોને પણ આવી વીઆઈપી કારમાં ફરવાનું મન થતું હોય છે. જોકે, પોતાની ગરીબાઈના કારણે તેમનું સપનું સાકાર થતું નથી. આથી રાજકોટ શહેરના ધારાસભ્યના જન્મદિવસ પર ગરીબ બાળકો પણ વીઆઈપી કાફલા સાથે ફરી શકે તે માટે શહેરના ઉદ્યોગપતિએ સ્લમ વિસ્તારના બાળકોને વીઆઈપી કારમાં સફર કરાવી હતી.
આમ રાજનગર ચોકમાંથી આ કારના કાફલાનું પ્રસ્થાન થયુ હતું, જે રણુજા મંદિર ખાતેથી રેસકોર્સ વિસ્તારમાં અને ત્યારબાદ યાજ્ઞિક રોડ થઈ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને શગુન પાર્ટી પ્લોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ધારાસભ્યની હાજરીમાં કેક કટિંગ કરાયું હતું અને બાળકોને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા. એટલું જ નહીં અંતમાં તમામ બાળકોને સુંદર ભેટ પણ આપવામાં આવી હતી. બાળકો કારની સવારે અને સારું ભોજન તેમજ ગિફ્ટ મેળવીને ખુશખુશાલ થઈ ગયા હતા. આ જોઈ લોકો પણ ખુબજ ગોવિંદભાઇના વખાણ કરી રહ્યા છે.