રાજકોટ- જામનગર હાઇવે પર બની ગોઝારી ઘટના! કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાળક સહીત કુલ…

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ અકસ્માતની ઘટના ધ્રોલ પાસે રાજકોટ જામનગર હાઇવે પરથી સામે આવી રહી છે. જ્યાં હાઇવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આશરે 10 વર્ષના બાળક સહીત બીજલભાઈ જેઠવા નામના વ્યક્તિના મોત નીપજયા હતા. વધુમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજા થવા પામી હતી. આથી મહીલાને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત એક દોઢ વર્ષની ફૂલ જેવી બાળકીનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.

આમ પ્રાથમિક વિગત અનુસાર આ પરિવાર અમદાવાદનો હોય અને જામનગર જઇ રહ્યો હતો. આ વેળાએ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. આમ આજે ભાઈબીજના દિવસે જ ધ્રોલની આહિર કન્યા છાત્રાલય પાસે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બે ના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

ઉપરાંત મૃતકના પરિવારજનોને જાણ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. આમ આ સાથે ઉલ્લેખનીય છે કે અકસ્માતની વધુ એક ઘટના મોરબીના હરીપર કેરાળા પાસે સામે આવી હતી. જેમાં ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ સાતથી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *