વડોદરામાં એક બેફામ કાર વીજપોલ સાથે ટક્કરાતા દાદા અને પૌત્ર ને પણ જોરદાર ટક્કર મારિ જે બાદ બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ ! તેમજ સાથે ઉભેલા મહેમાન પણ…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગઈ રાત્રે એક બેફામ કારે વીજ પોલની ધરાશાયી કરી ઘરની બહાર ઉભેલા દાદા અને પૌત્રને પણ અડફેટે લીધા હતા જે બાદ દાદા અને પૌત્રની ઘટના સ્થળેજ લોહીલુહાણ થઇ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમજ કાર ચલાવનાર યુવક પણ ઈજા થયો હતો અને તેને તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આ બનાવમાં એક મહેમાન પણ અકસ્માતનો શિકાર બનતા ઈજા થયા હતા અને તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો વળી બીજી તરફ કપુરાઈ ચોકડી પાસે કારની ટક્કરે કચડાયેલી મહિલાના મૃતદેહને પોલીસે પાવડાથી ભેગો કરવો પડ્યો હતો.

ઘટના એવી હતી કે વડોદરાનાં સમતા ફ્લેટ પાછળ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉર્વશી ડુપ્લેક્ષ પાસેથી ગત રાત્રે ૯.૩૦ વાગ્યા આસપાસ અંકોડીયા ખાતે રહેતો નીશીત રમેશભાઈ પટેલ તેની ક્રેટા કાર જેનો નંબર GJ 06 LK 1303 બેફામ રીતે હંકારીને નીકળ્યો હતો. આ દરમિયાન તેનો કાર પરનું સંતુલન ગુમાવતા તેની કાર ઉર્વશી ડુપ્લેક્ષ પાસે આવેલ વીજપોલ સાથે અથડાઇ હતી. એટલું જ નહીં કાર ત્યાંથી આગળ ધસી જઇને ઘર બહાર ઉભેલા દાદા કાનજીભાઇ વજાભાઇ જોગારાણા અને પૌત્ર રાજવીર કરણભાઇ જોગારાણને ટક્કર મારી હતી. જેથી બંને લોહીલુહાણ હાલતમાં જ ત્યાં જ ઢળી પડ્યા હતા.

આ અકસ્માત બનતાજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટોળે ટોળા વળી ગયા હતા તેમજ ૬૦ વર્ષના કાનજીભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. અને જ્યાં ફરજ પર નાં તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. અને સાથે સાથે અઢી વર્ષના રાજવીરને ગોત્રી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. આમ એકજ દિવસે એક પરિવારના બે લોકોનું નિધન થતા પરિવારમાં શોક ની લાગણી છવાઈ ગઈ હતી. આમ બેફામ કાર ચાલકે દાદા-પૌત્રના જીવ હણી લીધા હતા. તેમજ એક મહેમાનને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાં હતા. આ મામલે મૃતક કાનજીભાઇના પુત્ર ભાયાભાઇ જોગરાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.