સસ્તામાં સોનુ ખરીદવાની ઉત્તમ તક, મોદી સરકારે આપ્યો મોકો જાણો ડિસ્કાઉન્ટ અને કિંમત…
લોકો તેમના જીવનમાં એક વાર તો સોનું ખરીદતાજ હોઈ છે પછી તે કોઈ ગરીબ હોઈ કે અમીર લોકો સોનાને ખુબજ પસંદ કરે છે તેનો ભાવ ઉચો હોવા છતાં ખરીદવા વાળા સોનું ખરીદતા હોઈ છે તેમજ જયારે ગરીબ લોકો પાસે એટલો પૈસા હોતા નથી કે તે વારે વારે સોનું ખરીદે પરંતુ તે પણ ખુબજ મહેનત કરી પૈસા ભેગા કરી સોનું ખરીદતા હોઈ છે તેવામાં આ ગરીબ લોકો માટે સોનાને લઇ એક સારા સમાચાર આવી રહ્યા છે જેમાં સોનાનો ભાવ માં ઘટાડો થયો છે.
મિત્રો વાત કરીએ તો સોવરિન ગોલ્ડ સ્કીમ 2022-23ની બીજી શ્રેણી આજથી એટલે કે 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ખૂલી ગઈ છે. આ સમય દરમિયાન તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતી ગ્રામ સોનાની કિંમત 5,197 નક્કી કરવામાં આવી છે. આરબીઆઈએ તેને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની શ્રેણી 2 હેઠળ લાવવાની જાહેરાત કરી છે. તેની પ્રથમ શ્રેણી 20 જૂનથી 23 જૂન, 2022 સુધી ખુલી હતી, જેમાં રોકાણકારોને સસ્તું સોનું લેવાની તક મળી હતી. પ્રથમ શ્રેણીમાં ભારતીય રિઝર્વ બેંકે ઇશ્યૂની કિંમત 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી. ઓનલાઈન ખરીદી પર, તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેથી તેની કિંમત 5041 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ હતી
તેમજ ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે અરજી કરતા અને ચૂકવણી કરતા રોકાણકારો માટે સબસ્ક્રિપ્શનની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 50 ઓછી હશે. રોકાણકારોને નિશ્ચિત કિંમત પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, તેઓએ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ઓનલાઈન પેમેન્ટ કરતા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત 5,147 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સોવરિન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો હશે અને ગ્રાહકોને પાંચમા વર્ષ પછી તેમાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળશે. આ બોન્ડ્સનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે અને લોક-ઇન પીરિયડ 5 વર્ષનો છે, તેથી તેનું પ્રીમેચ્યોર રિડેમ્પશન 5 વર્ષ પછી અને સંપૂર્ણ રિડેમ્પશન 8 વર્ષ પછી થઈ શકે છે. આમ રોકાણકારો તેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ, NSE અને BSE દ્વારા ખરીદી શકે છે. જો કે, તમે આને સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાંથી ખરીદી શકતા નથી. ગોલ્ડ બોન્ડનું એક યુનિટ ખરીદો અને તેના મૂલ્ય જેટલી રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા ખાતામાંથી કાપવામાં આવે છે.