સુરતની આ મહીલા ને સલામ ! પતિ ના મૃત્યુ બાદ એકલા હાથે ખેડે છે 50 વિઘા જમીન અને સાથે…

સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે? આજે અમે તમને એક એવી જ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમે પણ તેમને સલામ કરશો. એક એવી મહિલાની વાત કરીશું જે પોતાના પતિના મૃત્યુ બાદ પણ હિંમત ન હાર્યા અને જાતે ટ્રેકટર ચલાવી 50 વિઘા ખેતર ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહી છે. આ કહાની છે સુરતના ઉમરાછી ગામમાં રહેતા લલિતાબહેનની જે ખેતરમાં હળ ફેરવી 50 વીઘા જમીનમાં ખેતી કરે છે અને એ સાથે પશુપાલન પણ કરી રહ્યા છે સાથે સાથે 3 બાળકોનો ઉછેર પણ કરી રહ્યા છે.

ઓલપાડ તાલુકાના ઉમરાચી ગામની મહિલા લલિતાબેન અને તેમના પતિ સતીષભાઈ પટેલ બીજાની 50 વીઘા જમીનમાં ટ્રેકટર ચલાવી અને ગુજરાન ચલાવતા હતા. જીવન સારું ચાલતું હતું અને એમને ત્રણ બાળકો સાથે ખુશીથી જીવતા હતા પણ અચાનક જ લલિતાબેનના પતિ સતીષભાઈને દાઢનું કેન્સર થયું અને આ સુખી પરિવારને નજર લાગી ગઈ અંતે સતીષભાઈનું મૃત્યુ થયું અને લલીતા બેન ત્રણ બાળકોની જવાબદારી સાથે એકલા પડી ગયા.

પહેલા થોડો સમય કઠોર રહ્યો પણ અંતે લલીતાબેન મક્કમ બન્યા અને પતિએ એમને ટ્રેકટર શીખવેલું અને એ ટ્રેકટર શીખી ખેતરમાલિકની 50 વીઘા જમીન જાતે એકલા હાથે ખેડવાનો નિર્ણય કરી લીધો. કાળી મજૂરી અને ઘણી તનતોડ મહેનત કરી લલિતાબેન પગભર બન્યા અને હાલ જ લીલતાબેને તેને બંને દીકરીને સારી રીતે પરણાવી.

સતીષભાઈ  જે ખેતરમાં કામ કરતા એ જ ખેતર માલિકના ખેતરમાં એ જ ટ્રેકટર જાતે શીખી 50 વીઘા જમીન જાતે ખેડી અને હજુ પણ એ કામ કરતા આવે છે સાથે જ એ પશુપાલન પણ કરી રહ્યા છે. દીકરીને વરાવ્યા પછી એમનો દીકરો માતા પાસે ટ્રેક્ટર ચલાવતા શીખ્યો અને હાલ લલીતાબેનની મદદ કરી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *