ગુજરાતનું ગૌરવ છે મોઢેરાનું સૂર્યમંદિર ! 1000 વર્ષો પેહલા બનાવ્યું હતું હજી છે એવુંને એવું જ…જુઓ આ ખાસ તસવીરો
જોવાત ગુજારતા અને ગુજરાતના લોકોની કરવામાં આવે તો તેઓ ખાણી પીણી થી માંડી ને હરવા ફરવાના ખુબજ શોખ ધરાવતા હોઈ છે તેવામાં આજે તમને એક તેવાજ લોકોના ખુબજ પસંદીદા સ્થળની મુલાકાત કરાવીશું. આમ તો ગુજરાતમાં ઘણા પ્રાચીન મંદિરો અને ફરવા લાયક સ્થળો આવેલા છે જેનું બાંધકામ અને કલાકૃતિ આજે પણ જીવંત છે. તેવીજ રીતિ આજે તમને 1000 વર્ષ જુના અને નક્સી બનાવટ વાળું એવા જાણીતા મંદિર વિષે જણાવીશું.
તમને જણાવીએ તો આ સ્થળ અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. આમ તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૃહમંડપ, તીર્થમંડપ; સભામંડપ, સભામંડપ અને કુંડ, જળાશય. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.
સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે.
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક લોકો આવે છે.
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો