ગુજરાત સુપર સ્ટાર હીતુ કનોડીયાને ફીલ્મના શુટીંગ દરમ્યાન હોસ્પિટલમા દાખલ કરવા પડ્યા હતા ?? જુઓ તસવીરો શુ થયું હતુ….

વશ ફિલ્મએ ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચ્યો છે. કયારેય કલ્પના ન કરી શકાય એવી ફિલ્મ આપણે મળી છે, ત્યારે આ ફિલ્મના કલાકારોને કેમ ભૂલી શકાય. તેમના અભિનય થકી જ આ ફિલ્મ સોળે કળાએ ખીલી ઉઠી છે. તમે એ નહિ જાણતા હોય કે, ફિલ્મન પડદા પર આપણે જે કલાકારોને અભિનય કરતા જોઈએ છે, એ દ્રશ્યો માટે તેમને ઘણી મહેનત કરી હોય છે.

હાલમાં જ ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાતા હિતુ કનોડિયાએ વશ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘટેલ બનાવ વિશે વાત કરી છે. હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, આ પોસ્ટમાં શૂટિંગ અને હોસ્પિટલમાં એડમિટ થયેલ તસવીરો છે.આ તસવીરો અપલોડ કરતાની સાથે જ તેમને લખ્યું છે કે, વશના શૂટિંગ દરમિયાન મને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

એક વખત તમામ શારીરિક રીતે પડકારરૂપ સિક્વન્સ કરતી વખતે મારી છાતી અને પીઠ પર ઘા લાગ્યા હતા અને બીજી વખત જ્યારે ડેન્ગ્યુ થયો અને શૂટિંગ લગભગ એક મહિના માટે બંધ કરવું પડ્યું અને મેં 6 કિલો વજન પણ ઘટી ગયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં હિતેન કુમાર, નીલમ પંચાલ, જાનકી બોડીવાલાએ આર્યનના પાત્ર માટે અને વશ ફિલ્મના નિર્માણ દરમિયાન ઘણા ભાવનાત્મક, માનસિક, શારીરિક તણાવમાંથી પસાર થયા અને જ્યારે પણ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં સૂઈ ગયા.

આ ફિલ્મ આપણા બધા માટે ખરેખર પડકારજનક હતી. શિયાળાની ઠંડીમાં આખી રાત વરસાદના ક્રમ માટે પાણીના ટેન્કરમાંથી ઠંડુ પાણી અમારા પર પડતું હોય છે. તેમાંથી કેટલીક તસવીરો શેર કરું છું પરંતુ ફિલ્મ માટે દર્શકો તરફથી અમને જે જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે તે વશની આખી ટીમ માટે સાર્થક કરી રહ્યો છે આભાર.

વશ ફિલ્મ દરેક ગુજરાતીઓએ અચુકપણે જોવી જોઈએ કારણ એક, આ એક એવા પ્રકારની ફિલ્મ છે, જે આજ સુધી આપણા સિનેમાના બની નથી. સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ તમારા રૂંવાટા ઉભા કરી દેશે, ખરેખર વશ ફિલ્મ એ ગુજરાતી સિનેમાને એક નવી દિશા તરફ લઈ જશે આમ પણ કૃષ્ણદેવ યાજ્ઞિક જ્યારે પણ ફિલ્મ લઈને આવે છે, ત્યારે સિનેમા ઝૂમી ઉઠે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *