વાહ વાહ ! ગીર સોમનાથનાં યુવાને લગ્ન કર્યા અમેરિકાની ભૂરી સાથે,જાણો શું છે બન્નેની પ્રેમ કહાની…
આજનાં સમયમાં આપણાં દેશમાં સોશિયલ મિડીયામાં કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી તેઓને માનસિક તેમજ આર્થિક નુકસાન પહોંચાડે છે ત્યારે આવા સમયે આનાથી તદ્દન જુદો જ કિસ્સો તાલાલાના ગીર પંથકમાં જોવાં મળ્યો છે…
તાલાલાના ગીર પંથકના યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્થિત યુવતી એલિઝાબેથ સાથે મિત્રતા થયા બાદ તેઓએ વર્ચ્યુઅલી રીતે વાતચીત કરી અને ત્યારબાદ તેમની આ મિત્રતા પ્રેમનાં સ્વરૂપમાં આવ્યા બાદ આખરે દાંપત્ય જીવનમાં પરિણમી છે..આ માટે એલિઝાબેથની ઈચ્છા મુજબ તેમણે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.બળદેવ આહીર પોતાની સમગ્ર સફળતાની વાત જણાવતા કહે છે કે એમણે બીએસસીનાં અભ્યાસ પછી તેઓએ લંડન જઇને એમબીએનો અભ્યાસ કર્યો હતો.2014ના સમયગાળામાં લંડનથી પરત ભારત આવ્યા બાદ તેઓએ અહિં જોબ કન્સલ્ટન્સીનો વ્યવસાય શરૂ કર્યો.
મિત્રતાથી લગ્ન સુધીની સફર..
તેમણે 2019ના સમયગાળામાં ફેસબુક સાઇટ પર અમેરિકા સ્થિત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે રીકવેસ્ટ એકસેપ્ટ થતાં ઘણો સમય લાગ્યો હતો..પરંતુ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે, એલિઝાબેથ એ એમની રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા જ તેમણે મેસેન્જરમાં એમણે મેસેજ કર્યો હતો, જેનો રીપ્લાય આવતા તેઓની વચ્ચે સામાન્ય વાતચીતની શરૂઆત થવા પામી હતી.ત્યારબાદ બન્ને વચ્ચે વોટ્સએપ નંબરની પણ આપ-લે થઈ હતી.ત્યારબાદ છ માસના સમયમાં તે બંને વચ્ચે તેમના અભ્યાસ અને પરીવાર તથા તેના સંબંધી વાતચીતો થઇ હતી. આ વાતચીત દરમિયાન તેઓને પરસ્પર પ્રેમની લાગણી બંધાઇ હતી. જેમાં બલદેવે સામેથી તેણી સામે પ્રેમની લાગણીનો એકરાર કર્યો હતો,પરંતુ દરેક પ્રેમ સમય માંગે છે આથી તેણીએ બલદેવની અહીંની રહેણી-કહેણી, ભારતીય સંસ્કૃતિ સહિતની બાબતો જાણવા અને તે અંગે વિચારવા માટે થોડો સમય માંગ્યો અને ત્યારબાદ થોડા સમયના બ્રેક પછી ફાઇનલી તેણીએ તેની બલદેવ પ્રત્યેની પ્રેમની લાગણીનો પ્રસ્તાવ મૂક્યો હતો…
એ પછી બલદેવે પોતાના પરિવારમાં બહેન તથા માતાને પોતાની આ પ્રેમની અદભૂત કહાની વિશે સંપૂર્ણ વાત જણાવી. જ્યારે તેમના ફેમેલીના લોકોએ એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્યારે તેઓ ખૂબ જ પ્રભાવિત થઇ ગયા એમાં યુવકની માતા નિર્મળાબેન એક કિસ્સો જણાવતા કહે છે કે “બલદેવે અમને જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે અમે એને એટલું જ કહેલું કે “બેટા, તારી ખુશીમાં અમારી ખુશી રહેલી છે.”પરંતુ જ્યારે અમે એલીઝાબેથ સાથે આ અંગે વાત કરી ત્યારે તેણીએ બલદેવને પહેલો પ્રશ્ન એવો કરેલો કે “જો આપણે લગ્ન કરી અમેરિકા રહેવા જઇએ તો અહીં તારી માતાની સંભાળ કોણ રાખશે ? આ સવાલ પરથી સ્પષ્ટ દેખાય આવે કે તેણીમાં પરિવારની ભાવના અંગે અખૂટ લાગણીઓ રહેલી છે જેની અમને અનુભૂતિ થયા બાદ અમે એ બંનેના લગ્ન માટે સહમતિ દર્શાવતા જરા પણ અચકાણા નહિ અને તેઓને ખરેખર અહેસાસ થયો કે તેમના દીકરાને ખૂબ જ સારું અને યોગ્ય પાત્ર મળ્યું છે અને તે ખુશીમાં તેમણે લગ્ન કરવાની સંમતિ આપી દીધી .આ સહમતી તેમના જીવનમાં એક સુખદ વળાંક સાબિત થઇ છે..
હિન્દુ પરંપરા મુજબ લગ્ન અંગેની એલિઝાબેથની ઈચ્છા :-
બલદેવે વધુમાં એવું જણાવ્યું હતું કે જ્યારે મને પરિવાર અને તેણી તરફથી લગ્ન અંગેની સંમતિ મળી ત્યારબાદ એમણે નિયમાનુસાર બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ભારત આવી હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેને સૌએ હ્રદયપૂર્વક સ્વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પહેલા જ તેઓ બંનેએ હિન્દુ પરંપરા મુજબ વિધિ-વિધાનથી લગ્ન કરી આ પવિત્ર બંધનમાં બંધાયા હતા…
આમ,આ કિસ્સા ઉપરથી આપણને અનૂભૂતિ થાય કે ભાગ્યમાં લખાયેલો પ્રેમ કોઈ પણ રીતે મળી જ જાય છે અને તેને કોઈ બદલી શકતું નથી…બસ આપણી ભાવના પવિત્ર હોવી જોઈએ…